Home» Gujarat» Saurashtra Kutch» Agitation against gondal murder case

ગોંડલ હત્યા કેસમાં કાઠી સમાજની રેલી

એજન્સી | November 21, 2013, 06:31 PM IST

ગોંડલ :

ગોંડલ શહેરમાં થયેલ જેતપુર પંથકના કાઠી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. આ પ્રકરણમાં પોલીસ ખાતા દ્વારા ખોટી દિશામાં તપાસ થઇ રહી હોવાની ફરિયાદ સાથે આજે કાઠી સમાજ દ્વારા આઈજી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને તટસ્થ તપાસની માંગણી કરી હતી.

 
ગોંડલના પીઠડીયા ટોલનાકે કારમાંથી વનરાજ ધાધાલની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનામાં કોઈ મોટા માથાની સંડોવણી હોવાની કાઠી સમાજ દ્વારા શંકા દર્શાવવામાં આવી રહી છે. ત્યારે પોલીસે આ હત્યામાં નીખીલ ડોંગા , નિકુંજ રૈયાણી ને પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી માંગણી સાથે આજે કાઠી સમાજ દ્વારા રેલી કાઢી આઈજીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ન્યાયની માંગણી કરી હતી.
 
પોલીસ ખાતા દ્વારા ખોટી દિશામાં તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસ સાચી દિશામાં તપાસ કરે અને બનાવના મૂળ સુધી પહોચીને ન્યાય કરવામાં આવે તેવી માંગણી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
 
 
 
 
JJ/DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.00 %
નાં. હારી જશે. 20.36 %
કહીં ન શકાય. 0.64 %