Home» Sports» Olympic» After 9 years anju bobby bags gold medal in long jump

અંજૂએ નવ વર્ષ જૂનો ઈતિહાસ બદલ્યો

એજન્સી | January 15, 2014, 04:06 PM IST

નવી દિલ્હી :
કહેવાય છે કે ધીરજનું ફળ મીઠું હોય છે. કોઈપણ રમતના નવ વર્ષ બાદ એથલીટ પોતાના દેશ માટે ઈતિહાસ રચે તો તે વાત માનવી અશક્ય છે. પરંતુ આ વાત સત્ય છે. આ ઘટના ભારતની લાંબી કૂદની મહિલા એથલેટ અંજૂ બોબી સાથે બની છે.
 
2005માં મોનાકો વર્લ્ડ એથલેટિક્સની ફાઈનલમાં ચેંપિયન બનવાથી ચૂકી ગયેલી અંજૂને મળેવા રજત ચંદ્રકને નવ વર્ષ પછી ગોલ્ડ ચંદ્રકમાં ફેરવવાનો ફેંસલો ઇન્ટરનેશલન એસોસિએશન ઓફ એથલેટિક્સ ફેડરેશન (આઈએએએફ) દ્વારા લેવામાં આવ્યો છે. 
 
આઈએએફ દ્વારા તાત્યાના કોતોવા ડોપમાં દોષી જણાયા બાજ અંજૂના રજત પદકને સુવર્ણ પદકમાં બદલવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. આઈએએફના આ ફેંસલા પર ખુશી જગાવતા અંજૂએ કહ્યું હતું કે ગત નવ વર્ષ તેની માટે ખૂબ નિરાશાજનક રહ્યા હતા, પરંતુ ધીરજનું ફળ મીઠું મળ્યું. 
 
ગોલ્ડ મેડલ મેળવવાની સાથે અંજૂએ એક વિશે, ઉપલબ્ધિ પોતાના નામે મેળવી લીધી છે. અંજૂએ આ રીતે કોઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા એથલીટ હોવાનું બહુમાન પણ મેળવ્યું છે. 
 
MP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %