Home» Youth» Trends» A mobile number sold in rs 13 crore

આને કહેવાય શોખ.... એક ફોન નંબર માટે રૂપિયા 13 કરોડ ભાંગ્યા

એજન્સી | March 19, 2014, 04:31 PM IST

અબુધાબી :
ગાડી હોય કે મોબાઈલ ફોન. મનપસંદ નંબર મેળવવા માટે રૂપિયા ખર્ચનારની કોઈ કમી નથી. ઘણા લોકોએ વીઆઈપી નંબર માટે કરોડો રૂપિયા ખર્ચવા પડતાં હોય છે કે અમુકે લાખો ખર્ચવા પડતાં હોય છે. પરંતુ શું તમે માની શકો કે કોઈ વ્યક્તિએ એક મોબાઈલ નંબર ખરીદવા માટે 13 કરોડ રૂપિયા એક જ ઝાટકે ફૂંકી મારે. અબુધાબીમાં એક વીઆઈપી નંબર માટે 13 કરોડ બોલી લગાવી હતી.
 
અબુ ધાબીમાં એક ધર્માદા માટે રાખવામાં આવેલી હરાજીમાં વીઆઈપી નંબર 777-7777ને 78,77,777 દિરહામ (લગભગ 13.12 કરોડ રૂપિયા)માં ખરીદવામાં આવ્યો હતો. આ નંબર માટે આશરે 700 લોકોએ હરાજીમાં ભાગ લીધો હતો.
 
નેશનલ ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે મિડલ ઈસ્ટર્નની ફોન કંપની ઈતિસાલાતએ આ ફોન નંબર સાથે એક બંપર પેકેજ પણ આપ્યો છે. આટલો મોંઘો ફોન નંબર ખરીદ્યા બાદ પણ તેને માલિકાપણાનો હક નહીં મળે, કેમકે ટેક્નિકલી રૂપમાં તમામ નંબર સરકારના હોય છે.
 
આ વીઆઈપી નંબરને ખરીદનારને એતિસાલાત કંપનીનું બે વર્ષનું ડાયમંડ પ્લસ પેકેજ મળશે. આ પેકેજમાં 22,500 ફોન મિનિટ, 22,500 ટેક્સ્ટ મેસેજ તથા 100 જીબી ડેટા દરમહિને મળશે. તેનો મતલબ એ થયો કે આ નંબરથી દરરોજ 12 કલાક ચાલશે તથા 725 ટેક્સ્ટ મેસેજ કરી શકાશે. અતિસાલાતની વેલસાઈટ પર સામાન્ય વીઆઈપી પેકેજ લગભગ રૂપિયા 14,073નું છે. આ નંબર ઉપરાંત હરાજીમાં અન્ય નંબરોને પણ રાખવામાં આવ્યા હતા. જે પૈકી 777-7770  રૂપિયા બે કરોડ એંશી લાખમાં વેચાયો હતો. ટોપ 10 નંબરની હરાજી દ્વારા 1 કરોડ 30 લાખ દિરહામની આવક થઈ હતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %