Home» International» US» 70 indian passports stolen from san francisco

સાન ફ્રાન્સિસકોમાં 70 ભારતીય પાસપોર્ટની ચોરી

એજન્સી | March 11, 2014, 05:15 PM IST

વોશિંગ્ટન :
સાન ફ્રાન્સિસકોમાં એક ખાનગી કંપનીમાંથી લગભગ 70 ભારતીય પાસપોર્ટની ચોરી થઈ હતી. સાન ફ્રાન્સિસકોમાં આવેલી ભારતીય કોન્સ્યુલેટે વિઝા તથા પાસપોર્ટને લગતું આઉટસોર્સિંગનું કામ એક કંપનીને સોંપ્યું હતું. જે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
 
સાન ફ્રાન્સિસકો પોલીસ સુરક્ષામાં રહી ગયેલી ક્ષતિઓની તપાસ કરી રહી છે. પાસપાર્ટનો કોઈ વ્યક્તિ દુરુપયોગ ન કરી શકે તે હેતુથી ભારતીય કોન્સ્યુલેટ તથા સ્થાનિક પોલીસ દ્વારા વિદેશ વિભાગ તથા સંબંધિત લાગતાં વળગતાં અધિકારીઓને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે.
 
ભારતીય અમેરિકન ન્યૂઝ પેપર ઈન્ડિયા વેસ્ટના અહેવાલ મુજબ, બીએલએલ ઈન્ટરનેશનલના સાન ફ્રાન્સિસકો કાર્યાલયમાંથી  નવેમ્બર 2013ના અંતમાં ઓછામાં ઓછા 70 ભારતીય પાસપોર્ટની ચોરી થઈ હતી. પોલિસે 2 ડિસેમ્બર, 2013ના રોજ આ અંગેના તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તાળું મારેલી તિજોરીમાંથી રોકડ અને ચેકની સાથે પાસપોર્ટની પણ ચોરી થઈ હતી. સાન ફ્રાન્સિસકોમાં ભારતીય દૂતાવાસ દ્વારા ચોરી થયેલા પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા છે.
 
MP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %