Home» Sports» Football» 680 football matches under match fixing could

ફુટબોલમાં મેચ ફિકસિંગની આશંકા

એજન્સી | February 05, 2013, 10:35 AM IST

લંડન : દુનિયાની સૌથી લોકપ્રિય રમત ફુટબોલમાં ફિકસિંગનો આરોપ થતા ખળભળાટ મચી ગયો છે. યુરોપિયન પોલીસ (યૂરોપોલ) એ ખુલાસો કર્યો છે કે દુનિયાભરની 680 ફુટબોલની મેચ ફિક્સ કરવામાં આવી છે. તેઓએ આ અંગેનો ખુલાસો ઘણી તપાસ બાદ કર્યો હતો. આ ખુલાસાથી ફુટબોલ દુનિયામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ તપાસમાં 425 ખેલાડીઓ, અધિકારીઓ તેમજ અન્ય લોકોનો પણ સમાવેશ હોવાનું યુરોપોલે જણાવ્યું હતું.  તપાસ અધિકારીઓએ દાવો કર્યો છે કે યુરોપ, આફ્રિકા, એશિયા તથા દક્ષિણ-મધ્ય અમેરિકામાં 680 જેટલી મેચ ફિક્સ થઇ હતી. આમાંથી 380 મેચ તો માત્ર યુરોપમાં ફિક્સ થઈ હતી. આ મેચ ફિકસિંગમાં વર્લ્ડકપ ક્વોલિફાઇંગ મેચોનો પણ સમાવેશ થાય છે.

યુરોપની ગુના નિવારણ શાખાના યુરોપોલના પ્રમુખ રોબ વેરાઇટે આ ફિકસિંગ સિંગાપોરથી થતું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જે મેચો ફિક્સ થયાની આશંકા છે તેમાં ફૂટબોલના મોટા ગજ્જાના ખેલાડીઓ પણ સંડોવાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓએ વર્લ્ડકપની ક્વોલિફાઇંગની મેચો, યુરોપીયન કોમ્પિટિશન, ચેમ્પિયન લીગ, એશીયન કોમ્પિટિશનની મેચોમાં ફિકસિંગ થયાની આશંકા પણ વ્યક્ત કરી હતી.

DT/JD

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %