જાપાનની ટૂ વ્હીલર કંપની યામાહા મોટર્સે પોતાની નવી વેબ સાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ પર 25 માર્ચની એક ટાઈમર ચલાવવામાં આવી છે. યામાહા 25 માર્ચના રોજ કઈંક નવીન, કઈંક ખાસ અને કઈંક ધમાકેદાર કરવાનું વિચારી રહી છે.
એ વાત પરથી જલદીથી પડદો ઉઠી જશે કે કંપની પોતાની નવી બાઈક આર 25 માર્ચના લોન્ચ કરી શકે છે. કંપનીએ ટોકિયો મોટર શો 2013 દરમિયાન તેને રજૂ કરી હતી. આ બાઈક સ્પોર્ટી લુકમાં છે જે જોવામાં આકર્ષક લાગે છે.
આ ઉફરાંત વેબ પર બાઈકની મશીનરી લુકને પણ બતાવવામાં આવી છે. જેમાં કંપનીના 249સીસી લિક્વડ કૂલ્ડ એન્જિન ઉપયોગ કર્યો છે.
જો 25 માર્ચના રોજ યામાહા આર25 ને લોન્ચ કરશે તો તેની કિંમત રૂપિયા બે લાખથી વધારે હોઈ શકે છે.
MP/RP
Reader's Feedback: