Home» Women» Women Power» Women mla meets modi at assembly

વિશ્વ મહિલા દિવસનો વિધાનસભામાં ઉલ્લેખ

જીજીએન ટીમ દ્વારા | March 08, 2013, 07:01 PM IST

અમદાવાદ : આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ગુજરાતના 11 જેટલા મહિલા ધારાસભ્યોએ વિધાનસભા ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી મોદીએ મહિલા શક્તિને બિરદાવીને આ મહિલા ધારાસભ્યોને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવીને ગુજરાતની વિકાસ યાત્રામાં મહિલાઓને મોટી સંખ્યામાં શામેલ કરવાનું સુચન પણ કર્યું હતું. આ ઉપરાંત મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને અન્ય મહિલા ધારાસભ્યોએ પણ સભાગૃહમાં મહિલા દિવસનો ઉલ્લેખ કર્યો હતો.

આજે 8મી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવાય છે. વિધાનસભામાં પણ આજે તેનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. પ્રશ્નોતરી બાદ મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મહિલા દિવસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે વિશ્વમાં વિવિધ ક્ષેત્રે જેમ કે ગૃહથી ગ્લેમર, ઓટોથી અંતરીક્ષ ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બનીને વિજયગાથાના સોપાન સર કર્યા છે એ મહિલાઓને સો-સો સલામ છે. આંતરરાષ્ટ્રીય મહિલા પ્રસંગ દિવસે તેઓ ગુજરાતની તમામ મહિલાઓને હાર્દીક શુભેચ્છાઓ પાઠવે છે.

કોંગ્રેસના મહિલા ધારાસભ્ય કામીનીબેન રાઠોડે મહિલા દિવસનો ઉલ્લેખ કરીને કહ્યું કે દેશની લોકસભાના અધ્યક્ષ મહિલા છે. ગુજરાતમાં રાજ્યપાલ પણ મહિલા છે ત્યારે મહિલા શક્તિને તેઓ બિરદાવે છે અને શુભેચ્છા વ્યક્ત કરે છે. ભાજપના મહિલા ધારાસભ્ય વિભાવરીબેન દવે એ મહિલાઓને 50 ટકા અનામત બિલ પાસ કરો એવા સુત્રો પોકારતાં એક ઘડી તો સભાગૃહનું ધ્યાન તે તરફ દોરાયું હતું. તેમણે અને ભાજપની અન્ય મહિલાઓએ પોતાના સ્થાન પરથી ઉભા થઈને સભાગૃહને વિનંતી કરી હતી કે ગુજરાત સરકારે મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50 ટકા અનામત આપવાની જોગવાઇ કરતું વિધેયક મંજુર કર્યું છે પરન્તુ રાજ્યપાલ દ્વારા તેને મંજુરી મળતી નથી. આ કાયદાને સત્વરે મંજુરી મળવી જોઈએ.

દરમિયાનમાં ભાજપના 11 મહિલા ધારાસભ્યો મુખ્યમંત્રી મોદીને તેમના ચેમ્બરમાં મળ્યા હતા અને મહિલા દિવસનો ઉલ્લેખ કરીને મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ મહિલા ધારાસભ્યોમાં ડો. નિમાબેન આચાર્ય, શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રીમતી વસુબેન ત્રિવેદી, પુનમ માડમ, સંગીતા પાટીલ, મનીષા વકીલ,  ડો. નિર્મલા વાધવાણી, વંદના મકવાણા, વિભાવરી દવે, ભાનુબેન મકવાણા વેગેરનો સમાવેશ થાય છે.


PG / DT / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.00 %
નાં. હારી જશે. 19.35 %
કહીં ન શકાય. 0.65 %