(ફાઈલ ફોટો)
મુંબઈ :પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનોદ કાંબલીને હૃદયરોગનો હુમલો થયા પછી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાંબલી ડોક્ટરોની સઘન દેખરેખ હેઠળ છે. હાલ તો કાંબલી સીસીયૂમાં છે અને ડોક્ટર સતત તેમની પર નજર રાખી રહ્યા છે.
42 વર્ષના કાંબલીની એક વર્ષ પહેલા જુલાઈ 2012માં આ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. ડોક્ટરોએ તેમના શરીરની બે બંધ નસને ખોલી હતી. જો કે ડોક્ટરોને ત્યારે આ વિશે વધારે કોઈ જાણકારી આપી નહોતી.
17 ટેસ્ટ અને 104 વનડે રમનાર કાંબલી પોતાની ખાસ લાઈફસ્ટાઈલ અને સચિન તેંડુલકરની મિત્રતા માટે પ્રખ્યાત છે. કાંબલી હાલમાં જ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ભાવાત્મક થતા કહ્યું કે સચિને પોતાના રિટાયરમેન્ટ દરમ્યાન તેમનો ઉલ્લેખ સુધ્ધાં ના કર્યો. સચિને તેને ફેરવેલ પાર્ટીમાં પણ નહોતો બોલાવ્યો.
PK
Reader's Feedback: