Home» International» US» Us court asks sonia gandhi to show passport

શીખ રમખાણ કેસઃ સોનિયા પાસે પાસપોર્ટ કોપી માંગતી અમેરિકાની કોર્ટે

એજન્સી | March 21, 2014, 03:32 PM IST

નવી દિલ્હી :
અમેરિકાની અદાલતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સાત એપ્રિલ સુધી પોતાના પાસપોર્ટની કોપી જમા કરાવવાનો આદેશ કર્યો છે.  કોર્ટે આદેશ આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં તે અમેરિકામાં હતી કે નહીં તેના પુરાવાના ભાગરૂપે તેણીએ સાત એપ્રિલ સુધીમાં પાસપાર્ટની જમા કરાવી દેવી. જ્યારે માનવઅધિકાર સમૂહ દ્વારા 1984ના શીખ રમખાણઓ અંગે સમન્સ બહાર પાડવાનો દાવો કર્યો છે.
 
શીખ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા દાવો કવામાં આવ્યો હતો કે સોનિયા ગત વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં મેમોરિયલ સ્લોયન કેટરિંગ કેન્સર સેન્ટરમાં મેડિકલ ચેકઅપ માટે આવી ત્યારે તેને સમન્સ આપવામાં આવ્યું હતું. આ સમૂહ દ્વારા અદાલતમાં સોનિયાના એવા દાવાને પડકારાવામાં આવ્યો હતો કે ગત સપ્ટેમ્બરમાં તે ન્યૂયોર્કમાં હતી જ નહીં. 
 
મેનહચન સંધીય અદાલતના જજ બ્રાયન કોગને જણાવ્યું હતું કે, સોનિયા એ સાબિત કરી શકી નહોતી કે ગત વર્ષે 2થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં હતી. આ વાતની સાબિતી માટે તેણે પ્રાથમિક રીતે પોતાના પાસપોર્ટની કોપી સાત એપ્રિલ સુધીમાં કોર્ટમાં જમા કરાવી દેવી જોઈએ. જેથી એમ સાબિત થઈ જાય કે તે ઉપરોક્ત સમયગાળા દરમિયાન અમેરિકામાં હતી કે નહીં.
 
સોનિયાના વકીલ રવિ બત્રાએ આ આદેશ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જજે સમય ન વેડફવા બદલ તથા કેસને જલ્દી ખતમ કરવા માટે દસ્તાવેજી પૂરાવા રજૂ કરવાનું કહ્યું છે. બત્રાએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના એક લેટરપેડ પર સોનિયાના હસ્તાક્ષરવાળો તેણે લખેલો પત્ર કોર્ટમાં જમા કરાવ્યો છે. જેમાં સોનિયાએ લખ્યું છે કે એસએફજેના દાવાની વિરુદ્ધમાં તે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં હતી જ નહીં અને તેને આ અંગે કોઈ સમન્સ મળ્યું નથી.
 
એસએફજેના કાનૂની સલાહકાર ગુરપતવંત સિંહ પન્નૂને જણાવ્યું હતું કે, જો સોનિયા ગાંધી સાત એપ્રિલ સુધીમાં પુરાવા રજૂ નહીં કરે તો સમૂહ 1984માં શીખ વિરોધી રમખાણોમાં સામેલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને બચાવવાના આરોપમાં તેની વિરુદ્ધ કેસ શરૂ કરવાની અદાલતમાં અપીલ કરવામાં આવશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %