Home» Sports» Cricket» Team india drop to 5th position in tests cricket

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત પાંચમાં નંબરે ફેંકાયું

એજન્સી | May 01, 2014, 04:19 PM IST

નવી દિલ્હી :
ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે માઠા સમાચાર છે. આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા રેન્કિંગમાં ધોની સેના ટેસ્ટમાં ત્રીજા નંબરેથી પાંચમાં નંબરે ફેંકાઈ ગઈ છે.  ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ અને વનડેમાં પહેલા નંબરે છે. 1 મેના રોજ થયેલા અપડેટ મુજબ ભારતે કુલ 10 અંક ગુમાવી દીધા હતા, જેના કારણે રેન્કિંગમાં ફટકો પડ્યો છે.
 
2010-11માં ભારતની ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે જીત તથા દક્ષિણ આફ્રિકા સામે ડ્રો સીરીઝ તેની રેન્કિંગમાં જોડવામાં આવ્યો નથી. જ્યારે 2011-12માં વેસ્ટ ઈન્ડિઝ સામે જીત તથા 2012-13માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની જીતના 50 ટકા વોટને સમાવવામાં આવ્યા હતા.
 
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઈકલ ક્લાર્કે જણાવ્યું હતું કે, ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં નંબર એકનું સ્થાન મેળવવું અમારા માટે ગૌરવની વાત છે. ક્રિકેટના બંને ફોર્મેટમાં નંબર એકનું સ્થાન મેળવવાની દરેક ટીમની ઈચ્છા હોય છે. ડિસેમ્બર 2008 પછી આ પહેલો એવો અવસર છે જેમાં ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ અને વનડે રેન્કિંગમાં નંબર એકનું સ્થાન મેળવ્યું હોય.
 
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોખરે રહેલી ઓસ્ટ્રેલિયાના 123 અંક છે, જે બાદ બીજા નંબરે રહેલી દ.આફિકાના પણ 123 અંક છે. ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશના અનુક્રમે  104,103,102, 92, 90, 76, 40, 21 અંક છે. તેવી જ રીતે વનડેની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા 115 અંક સાથે ટોચના ક્રમે છે. જે બાદ ભારત 112 અંક સાથે બીજા સ્થાને છે. આયરલેન્ડ અને અફઘાનિસ્તાનનો પણ વન ડે રેંકિંગમાં સમાવેશ થયો છે. આ બંનેને 34-34 અંક મળ્યા છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.96 %
નાં. હારી જશે. 18.59 %
કહીં ન શકાય. 0.45 %