Home» Sports» Cricket» Pcb awaits bcci confirmation on bilateral series

તો વધુ એક વખત ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી રમાશે

એજન્સી | April 12, 2014, 05:24 PM IST

કરાચી :
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને ભારત સાથે દ્વિપક્ષીય સીરીઝ ફરી શરૂ કરવાના પ્રયાસોમાં સફળતા મળી છે. જેના ભાગ રૂપે બીસીસીઆઈ તરફથી એક અઠવાડિયાની અંદર આ અંગે સ્પષ્ટતા કરવાની ખાતરી આપવામાં આવી હતી.
 
પીસીબીના એક અધિકારીએ પીસીબી ઉપાધ્યક્ષ નઝમ સેઠીએ દુબઈમાં આઈસીસી કાર્યકારી બોર્ડની બે દિવસીય બેઠકમાં ભારતીયો સહિત અનેક અધિકારીઓ સાથે થયેલી ચર્ચાની જાણકારી આપતા કહ્યું હતું કે, ભારતીય બોર્ડ આગામી આઠ વર્ષમાં કેટલીક દ્વિપક્ષીય સીરીઝ રમાડવા અંગે મંજૂરી આપી દીધી છે. જોકે, બીસીસીઆઈએ પાકિસ્તાને ખાત્રી કરાવતાં પહેલાં બોર્ડના સભ્યો અને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા એક અઠવાડિયાનો સમય માંગ્યો છે.
 
અધિકારીઓએ કહ્યં હતું કે, તેઓ એક અઠવાડિયાના સમયમાં પાકિસ્તાનથી પોતાનો દ્વિપક્ષીય કરારની પુષ્ટિ કરશે. તેમણે કહ્યું કે, બંને બોર્ડ દ્વારા આઈસીસીનેને પણ આગામી આઠ વર્ષમાં દ્વિપક્ષીય સીરીઝ અંગે પોતાની યોજના અંગે માહિતગાર કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે બંને બોર્ડ 2015 વિશ્વકપ પહેલા એક વનડે સીરીઝ રમવાનું આયોજન કરી રહી છે. જોકે એક સમગ્ર સીરીઝ આ વર્ષે ડિસેમ્બરમાં જ શક્ય છે.
 
પાકિસ્તાને દ્વિપક્ષીય સીરીઝની યોજના અંગે અન્ય દેશના ક્રિેકેટ બોર્ડ સાથે કરાર કર્યો છે. અમે તમામ દ્વીપક્ષીય સીરીઝથી 30 કરોડ ડોલરની આવક થવાની આશા રાખી રહ્યા છીએ. અમે આશા રાખી રહ્યા છીએ કે જો આગામી આઠ વર્ષમાં ભારતી સાથે રમીશું તો અમારી આવક પણ બમણી થઈ જશે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ સપ્તાહે થયેલી આઈસીસીની બેઠખ પાકિસ્તાન ક્રિકેટ માટે ખરેખર લાભદાયી સાબિત થઈ હતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %