Home» Sports» Cricket» Bcci recommends r ashwin for arjuna award

BCCI દ્વારા અર્જુન એવોર્ડ માટે અશ્વિનના નામની ભલામણ

એજન્સી | April 26, 2014, 03:28 PM IST
bcci recommends r ashwin for arjuna award

નવી દિલ્હી :
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાના ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિનના નામની ભલમાણ આ વર્ષના અર્જુન એવોર્ડ માટે કરવામાં આવી છે. અશ્વિનને 2012-13માં પોલી ઉમરીગર બેસ્ટ પ્લેયર એવોર્ડ પણ મળી ચૂકયો છે.
 
બોર્ડના જનરલ મેનેજનર રત્નાકર શેટ્ટીએ આ અંગે જાણકરી આપતા જણાવ્યું હતું કે, અમે અર્જુન એવોર્ડ માટે અશ્વિનના નામની ભલામણ કરી છે. ગત વર્ષે વિરાટ કોહલીને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 46 ક્રિકેટરોને રમત-ગમતમાં વિશેષ યોગદાન આપવા બદલ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
 
ચેન્નાઈમાં જન્મેલા અશ્વિનના નામે સૌથી ઓછી ટેસ્ટ રમીને 100 વિકેટ લેવાનો વિક્રમ છે. આ ઉપરાંત તે એક સારો બેટ્સમેન પણ છે. અશ્વિને અત્યાર સુધી ટેસ્ટમાં 104 અને વનડેમાં 79 વિકેટ ખેરવી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %