Home» Crime - Disaster» Terrorism» Suspected lashkar e taiba operative arrested crime news terrorim news

દિલ્હી : લશ્કર-એ-તૌયબાના એક આતંકીની ધરપકડ

Agencies | December 13, 2013, 11:24 AM IST

(ફાઈલ ફોટો)

નવી દિલ્હી :
દિલ્હી પોલીસની સ્પેશ્યલ યુનિટે લશ્કર-એ-તૌયબાના એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા આતંકીનું નામ મોહમ્મદ શાહિદ છે તે મૌલવી હોવાનું જણાવી રહ્યો છે. શાહિદની પાસેથી એક ડાયરી મળી છે, જેમાં દિલ્હીમાં હુમલા પર બનેલો પ્લાનનો ખુલાસો છે. પોલીસનો દાવો છે કે શાહિદ બે વાર પાકિસ્તાન જઈ ચૂક્યો છે. પોલીસ સૂત્રોથી જાણકારી મળી છે કે શાહિદ લશ્કર-એ-તૌયબાનો કમાન્ડર જાવેદ બલૂચીના નેજા હેઠળ કામ કરતો હતો. પોલીસે શાહિદની જાણકારી શાહિદ અને બલૂચીની વાતચીતની કોલ ટ્રેસિંગ દરમ્યાન મળી.
 
આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબાએ નવા વર્ષ પર દિલ્હીને હેરાન કરવાનું કાવતરું ઘડ્યું હતું. લશ્કર-એ-તૌયબાએ નવા વર્ષના અવસર પર દિલ્હીના ભીડ-ભાડ વાળા બજારમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો પ્લાન હતો. જેથી વધુથી વધુ લોકોનું મોત થઈ શકે. માત્ર તેમને બોમ્બની રાહ જોઈ રહ્યા હતા. આ મોડ્યૂલનો ખુલાસો કરતા મોહમ્મદ શાહિદ નામના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડની સાથે  જણાવી.
 
શાહિદ મેવાતનો મૌલવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેને મેવાતથી જ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક ડાયરી મળી છે જેમાં હુમલાની પૂરી જાણકારી લખેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકવાદી પહેલા જ દિલ્હી એનસીઆરની રેકી કરી ચૂક્યા હતા. પકડેલા આતંકી શાહિદનો એક સાથી ફરાર છે. જેના માટે પોલીસ લુકઆઉટ નોટિસ જાહેર કરશે.
 
PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %