Home» Entertainment» TV» Sushant singh rajput will play dhoni

ધોનીના જીવન પર 95 કરોડના ખર્ચે ફિલ્મ બનશે

એજન્સી | March 18, 2014, 05:55 PM IST

મુંબઈ :
ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રિયલ લાઈફ પર ફિલ્મ બનવા જઈ રહી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નીરજ પાંડેની આગામી ફિલ્મમાં ધોનીનો રોલ નિભાવતો નજરે પડી શકે છે. આ ફિલ્મનું બજેટ 95 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
 
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુશાંતે આ અંગે કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. જે માટે તે ધોનીના શહેર રાંચીમાં ચાલ્યો ગયો છે. ધોની અંગે વધુ માહિતી મેળવવા માટે તે ત્યાંના લોકો સાથે પણ વાતચીત કરી રહ્યો છે. આ ઉપરાંત તે ધોનીને પણ મળી ચૂક્યો છે.
 
આટલું જ નહીં સુશાંત સિંહ માત્ર ધોની જેવા જ દેખાવા માંગતો નથી પરંતુ તેની જીવન શૈલીને અપનાવવા માંગે છે. જેનાથી તે ફિલ્મને વધુ વાસ્તવિક બનાવી શકે. તે વારંવાર ધોનીની મેચ ક્લિપિંગ જોવાની સાથે તેના ઈન્ટરવ્યુને ફોલો કરી રહ્યો છે.
 
ઐ ફિલ્મ ધોનીના ક્રિકેટ જીવનમાં આવેલા ચઢાવ-ઉતાર પર આધારિત હશે. ઉપરાંત ધોનીના વ્યક્તિગત જીવન સાથે સંકળાયેલી તમામ નાની મોટી વાતોનું ફિલ્મમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે ધોનીની પત્ની સાક્ષીનો રોલ દીપિકા પાદુકોણ કે શ્રદ્ધા કપૂર ભજવી શકે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %