Home» Interview» Entertainment» Special interview with dhanush

મારો પ્રેમ મને છોડીને જતો રહ્યો: ધનુષ

Medha Pandya Bhatt | July 04, 2013, 04:13 PM IST

મુંબઈ :

થોડા સમય પહેલા ધનુષને ફક્ત દક્ષિણના સિનેમા પ્રેમીઓ જ ઓળખતા હતા. કોલાવરી...ડી એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો. તે ફક્ત ભારતમાં જ નહીં આખી દુનિયામાં જાણીતો બની ગયો. દક્ષિણની અત્યાર સુધીમાં બે ડઝન જેટલી ફિલ્મો કરી ચૂકેલો ધનુષ રાંઝણા ફિલ્મથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. તેણે જીજીએન સાથે પોતાના જીવનના કેટલાક અંગત અને સુંદર પળોની વાતોને શેર કરી.

પ્ર: ધનુષ, તારી પહેલી હિન્દી ફિલ્મ રાંઝણામાં એક છોકરમત પ્રેમ દર્શાવવામાં આવ્યો છે, શું ક્યારેય લાઇફમાં આવો અનુભવ થયો હતો?
ઉ: જ્યારે હું સોળ વર્ષનો હતો ત્યારે મને એક છોકરી સાથે પ્રેમ થયો હતો. એ મારી ક્લાસમેટ નહોતી અને મારી સાથે મારી સ્કુલમાં પણ નહોતી ભણતી. તે મારો પહેલો પ્રેમ હતી પણ મને તેનો સાથ ફક્ત એક વર્ષ સુધી જ મળ્યો. પછી તે મને છોડીને જતી રહી.

પ્ર: કિશોરાવસ્થાનો એ પ્રેમ ફક્ત આકર્ષણ હતું એવું નથી લાગતું?
ઉ: જ્યારે તે મને છોડીને ગઇ ત્યારે મેં પણ આ જ વિચાર્યું હતું કે ક્યાંક તે મારું આકર્ષણ તો નહોતું ને પણ જ્યારે ત્રણ વર્ષ પસાર થયા ત્યારે સમજાયું કે તે પ્રેમ જ હતો. મને ત્યાં સુધીમાં સમજાઇ ગયું હતું કે જ્યારે પ્રેમ થાય છે, ત્યારે બાકી બધું જ ભૂલી જવાય છે. આજે હું મારી મમ્મીને દિવસમાં ત્રણ વાર ફોન કરું છું પણ તે સમયે મને મારી માની યાદ પણ નહોતી આવતી.

પ્ર: તે પ્રેમ આજે પણ મનના ઊંડાણમાં ક્યાંક છૂપાયેલો છે. ક્યારેય યાદ આવે છે ખરી?
ઉ: હા, તે તમામ વાત આજેપણ મારા મનમાં છૂપાયેલી છે. જોકે હવે તો લગ્નને પણ નવ વર્ષ થઇ ગયા છે અને મારે બે દિકરાઓ પણ છે. તો પણ તે છોકરીને ભૂલી શક્યો નથી.

પ્ર: શું તારી પત્ની ઐશ્વર્યાને તેની ખબર છે?
ઉ: હા, મેં એને કહ્યું હતું કે મારા જીવનનું એક વર્ષ મારા માટે ખૂબ જ સુંદર હતું. તે સમજી ગઇ એટલે કોઇ તકલીફ થઇ નથી.

પ્ર: શું ઐશ્વર્યા પ્રત્યે પણ પ્રેમ થયો હતો?
ઉ: આ પ્રેમ ખૂબ અલગ હતો. અમે બંને અને અમારો પ્રેમ ખૂબ મેચ્યોર હતો. જ્યારે મારી બીજી ફિલ્મ રીલીઝ થઇ તો તેનું આખું કુટુંબ તે જોવા માટે આવ્યું હતું. ફિલ્મ પૂરી થતાં જ થિયેટરવાળાએ મને કહ્યું કે રજનીકાંતના કુટુંબના લોકો મને મળવા માંગે છે. મારી અને ઐશ્વર્યાની મુલાકાત ત્યાં જ થઇ અને તેણે મારા કામના વખાણ કર્યા. તે સામાન્ય મુલાકાત હતી. ત્યારપછી તેણે મને ફુલ મોકલ્યા. પછી ધીમે ધીમે મળવાનું થયું ગયું અને એકબીજાના પરિચયમાં આવ્યા. આજે પતિ-પત્ની છીએ.

પ્ર: ઐશ્વર્યાને પહેલી નજરમાં તારી સાથે પ્રેમ થઇ ગયો હતો?
ઉ: મારો ચહેરો તો જુઓ. શું તમને લાગે છે કે કોઇપણ યુવતી મને પહેલી નજરમાં જોઇને જ પ્રેમમાં પડી જશે. એતો મારો અંદાજ જ અલગ હતો કે તે મારી તરફ ખેંચાતી ગઇ.

પ્ર: તે 21 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી લીધા. કામ પર અસર ન પડી?
ઉ: કામ પર નહીં પણ પરિવાર પર વધારે અસર પડી. હું તેમને વધારે સમય નથી આપી શક્યો. બહાર જાઉં તો મોટો દીકરો નારાજ થઇ જાય છે. ઐશ્વર્યાને પણ હું વધારે સમય નથી આપી શકતો. મને ખબર છે કે હું એક સારો પતિ નથી બની શક્યો પણ એક સારો પિતા બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

પ્ર: ધનુષ જો એક્ટર ન હોત તો શું હોત?
ઉ: હું કોઇ ફાઇવસ્ટાર હોટલમાં કુક હોત. હું હોટલ મેનેજમેન્ટનું ભણ્યો છું.

MPB / KP

Medha Pandya Bhatt

Medha Pandya Bhatt

(લેખિકા ફ્રીલાન્સ જર્નાલિસ્ટ અને ફિલ્મ ક્રીટિક છે.)

More...

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %