Home» Entertainment» Bollywood» Katrina kaif ranbir kapoor moving in together

રણબીર અને કેટરીના લિવ ઈન રિલેશનશિપમાં રહેશે?

એજન્સી | May 01, 2014, 04:47 PM IST
katrina kaif ranbir kapoor moving in together

મુંબઈ :
બોલીવુડ એભિનેત્રી કેટરીના કૈફ અને રણબીર કપૂરના રોમાન્સની ચર્ચાઓ વચ્ચે હવે નવી એક ખબર આવી છે. એક સમાચાર પત્રના અહેવાલ મુજબ આ બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. સાથે રહેવા માટે બંને ઘણા લાંબા સમયથી ઘર શોધતાં હોવાની ચર્ચા ચાલતી હતી પરંતુ હવે ખબર પડી છે કે તેમનું ઘર તો મુંબઈમાં બે વર્ષથી બનતું હતું.
 
બંનેના હોટ રોમાન્સ પછી એવા પણ સમાચાર આવ્યા છે કે બંનેએ આખરે લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ મુજબ હાલમાં આ બંને પોતાના ઘરને સજાવવામાં લાગ્યા છે. બુધવારના રોજ આ બંનેએ પોતાના આર્કિટેક્ટ ડિઝાઈનર પાસે ગયા હતા. બાંદ્રા સ્થિત આ ઘર બે વર્ષથી બની રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગામી વર્ષે મકાન સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ બંને ત્યાં રહેવા જશે
.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ રણવીર પોતાના માતા-પિતાનું ઘર છોડી રહ્યો હોવાના અહેવાલ આવ્યા હતા. આ પાછળનું કારણ કૈટરીના કૈફને ગણવામાં આવી હતી. કૈટરીના અને રણબીરે સૌથી પહેલા અજબ પ્રેમકી ગજબ કહાનીમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહીટ નીવડી હતી અને જે બાદ બંનેનો પ્રેમ છાપરે ચઢીને બોલતો હોવાના સમાચાર આવવાના શરૂ થયા હતા.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.46 %
નાં. હારી જશે. 20.91 %
કહીં ન શકાય. 0.63 %