બોલીવુડની એક્ટ્રેસ અને અજય દેવગણની પત્ની કાજોલે ભલે શાહરૂખ ખાનની સાથે કેટલીક હિટ ફિલ્મો આપી છે પરંતુ તેમની નજરમાં કિંગથી પણ વધારે સારા એક્ટર રણબીર કપૂર છે. એટલું જ નહીં કાજોલનું માનીએ તો એક્ટિંગની બાબતમાં આમિર ખાન શાહરૂખ ખાનથી ઓછા નથી.
કોફી વિથ કરણના આવનાર એપિસોડમાં કાજોલ દેખાશ. કરણ જોહરે જ્યારે કાજોલથી ટેલેન્ટ અને એક્ટિંગ એબિલિટીની બાબતમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર અને રિતિક રોશનને રેન્ક આપવાનું કહ્યું ત્યારે કાજોલે રણબીર કપૂરને નંબર – 1 રેન્ક આપ્યો.કાજોલે કહ્યું કે ટોપ પર મારા હિસાબથી રણબીર છે. તેઓ શ્રેષ્ઠ એક્ટર છે. ત્યારે બાદ શાહરૂખ અને આમિર બન્ને આવે. બન્ને એકસાથે બીજા નંબર પર છે અને ત્યારબાદ નંબર સલમાન ખાનનો આવે.
રાની મુખર્જીની લગ્નની બાબતમાં શું કહ્યું કાજોલે...
રાની મુખર્જીની બહેન અને એક્ટ્રેસ કાજોલે પણ રાની મુખર્જીની લગ્નને લઈને ભારે એક્સાઈટેડ છે. કરણે કાજોલને જ્યારે પૂછ્યું કે કંઈ ખાસ લોકોને આપને સવાલ પૂછવાની તક આપવામાં આવે તો આપ શું પૂછો ? કરણે જ્યારે રાની મુખર્જીનું નામ લીધું તો કાજોલ કહ્યું કે હું પહેલો પ્રશ્ર્ન જ એ પૂછું કે આપ લગ્ન ક્યારે કરવાના છો, હું જાણવા માંગુ છું. કરણે આદિત્ય ચોપડાને પૂછવા બાબતે કાજોલને પૂછ્યું તેમાં પણ કાજોલનો પ્રશ્ન સરખો જ હતો.
PK
Reader's Feedback: