ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં ઘણા વર્ષો સુધી કામ કર્યા પછી તેમજ હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં પણ અભિનય કર્યા પછી ઘણા વર્ષો બાદ હવે પહેલી વાર અરુણા ઇરાનીને આપણે ગુજરાતી પરિવારની સિરિયલ સંસ્કાર ધરોહર કી માં અંશુબાના પાત્રમાં જોઇ રહ્યા છીએ. પોતે ગુજરાતી ફિલ્મોની સફળ અભિનેત્રી રહી ચૂક્યા હોવાના કારણે તેઓ આજે પણ ઢોલીવૂડને યાદ કરે છે. તેમની સાથેની થયેલી મુલાકાતમાં તેમણે પોતાના વિચારોને ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કર્યા.
પ્ર: ઘણા વર્ષો પછી ગુજરાતી પરિવારની સિરિયલમાં કામ કરવાનું કેવું લાગે છે?
ઉ: ખૂબ જ ગમે છે. ઘણા સમય પછી થોડું ગુજરાતી બોલવાનું, ગુજરાતી સાડી પહેરવાની અને એક ગુજરાતી વાતાવરણ જેવું હોવાથી પોતીકાપણા જેવું લાગે છે. પહેલીવાર આ રોલ ભજવવાની તક મળી હોવાથી ખૂબ જ ઉત્સાહીત છું, વળી, તેમા ગુજરાતને સાંકળવામાં આવ્યું હોવાથી મને વધારે સ્પર્શી જાય છે.
પ્ર: શું ગુજરાતી પરિવારની સિરિયલ હોવાના કારણે તમે આ પાત્ર પસંદ કર્યું છે?
ઉ: હું આ સિરીયલમાં ઘરના મોભી તરીકે અને મુખ્યપાત્ર તેમજ કેન્દ્રસ્થાને છું. અંશુબા પરિવારને સાંકળી રાખનાર વ્યક્તિ છે. જે ઇચ્છે છે કે કુટુંબના બધા જ તેના સાન્નિધ્યમાં પ્રેમ અને આનંદથી રહે. પરિવારને એક તાંતણે બાંધી રાખવું તેમનું કામ છે. અંશુબાના જીવનની એક ઇચ્છા છે જેને તેનો પૌત્ર જયકિશન કેવી રીતે પૂરું કરે છે તે જોવાનું છે. અંશુબાએ જીવનમાં ઘણા ઉતારચડાવ જોયા છે. એક સહનશીલ, માયાળુ અને લાગણીશીલ પાત્ર હું ભજવી રહી છું. જે મને ખૂબ જ પસંદ છે.
પ્ર: સંતુ રંગીલી જેવું ફિલ્મી પાત્ર ભજવ્યા બાદ તમે થિયેટર કે ગુજરાતી ફિલ્મો તરફ પાછા ફરશો ખરા?
ઉ: ના, એ દિશામાં વિચારવું થોડું અઘરું છે. જો કે હવે પહેલા જેવા રોલ લખાતા જ નથી. જો કોઇ સારો રોલ હોય તો ચોક્કસ હું વિચારીશ. પણ હવે નાટકોના લાંબા સંવાદો બોલવા એ થોડું મુશ્કેલ છે. યાદશક્તિ પણ ઓછી થવા લાગે છે. ઉંમર પણ તેનું કામ કરે છે. હા, જો કોઇ ગુજરાતી પરિવારની આ પ્રકારની કોઇ સિરિયલ મળે તો પાત્રને ન્યાય આપવા જરૂરથી ભજવીશ. પણ હવે પહેલા જેવા પાત્રો લખાશે કે નહીં તે કહેવું અને વિચારવું મુશ્કેલ છે. હવે તો ટેલિવિઝન પર હિન્દી સંવાદો સાથે પણ ગુજરાતી પરિવારની સિરિયલો બની રહી છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે.
પ્ર: ગુજરાતી ફિલ્મોને આગળ લાવવા માટે શું ફેરફાર કરવો જોઇએ?
ઉ: અમારા સમયમાં જે ફિલ્મો બનતી તેવી ફિલ્મો અને પાત્રો હવે લખાતા નથી. હું માનું છું કે સમયની સાથે જેમ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલાવને સ્વીકારવામાં આવી રહ્યો છે, તેવો ફેરફાર હવે ગુજરાતી ફિલ્મોમાં પણ થવો જોઇએ. ગુજરાતી લોકો જો ગુજરાતી નાટકોને રસપૂર્વક નિહાળતા હોય તો ફિલ્મોને પણ જરૂર પસંદ કરશે જ. હાલમાં સપ્તપદી, કેવી રીતે જઇશ જેવી ફિલ્મો બની છે અને તે સફળ પણ થઇ છે. નવા વિષયો અને ફેરફારોને ન્યાય આપવો જ જોઇએ. લોકો સારી વાતોનો સ્વીકાર કરે જ છે. વળી, હમણાં જ કાય પો છે ફિલ્મ પણ અમદાવાદમાં શૂટ થઇ. ગુજરાતી ફિલ્મોનું શૂટીંગ તો ગુજરાતમાં થતું જ હતું પણ હવે તો હિન્દી ફિલ્મોનું શૂટીંગ પણ થવા લાગ્યા છે. આ બધા મોટા ફેરફારો અને ગુજરાતની પ્રગતિને ધ્યાનમાં રાખીને પણ ગુજરાતી ફિલ્મોમાં ફેરફાર જરૂરી છે.
પ્ર: તમે ઘણી હિન્દી સિરિયલો પણ કરી છે તો ગુજરાતી સિરિયલોમાં કેમ દેખાતા નથી?
ઉ: મેં અગાઉ કહ્યું તેમ કે પહેલા જેવા રોલ હવે લખાતા જ નથી. તમે મારી ગુજરાતી ફિલ્મો જોઇ હશે હું તમે હંમેશા પડકારરૂપ પાત્રોમાં જ જોવા મળી હોઇશ. હાલમાં ‘સંસ્કાર ધરોહર કી’માં પણ મારું પાત્ર એ પ્રકારનું જ છે. ગુજરાતી સિરિયલો કે ફિલ્મોમાં જો મનગમતું પાત્ર મળે તો જરૂરથી હું તે કરવા તૈયાર છું.
પ્ર: આજે દરેક ફિલ્મોમાં અભિનેત્રીઓ જ આઇટમ ડાન્સ કરે છે, તે વિશે શું કહેશો?
ઉ: દરેક અભિનેત્રી પોતાનું કામ કરતી હોય છે. તે ડાન્સ પણ કરે છે અને એક્ટિંગ પણ કરે છે. તે પોતાની ઇચ્છા પ્રમાણે તેની પસંદગી કરતી હોય છે. પણ આજકાલ લોકો પૈસા અને પોઝીશન જાળવી રાખવા માટે કોઇપણ કાર્ય કરવા માટે તૈયાર થઇ જાય છે એવું લાગે છે.
પ્ર: તમારા સમયના અને હાલના જોવા મળતા આઇટમ સોન્ગમાં કેટલો તફાવત લાગે છે?
ઉ: અમારા સમયે કેબરે ડાન્સ હતા, જે હેલનજી કરતા, પણ તે વખતે કોસ્ચ્યુમનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. અમે સ્કિન કલરના વસ્ત્રો પહેરતા અને તેની સાથે આખો ડ્રેસ પહેરવાનો હોય. તે સિવાય કમરની નીચેના ભાગમાં હંમેશા લાંબા પટ્ટા અથવા તો ફ્રીલવાળી લેસિસ છેક પાની સુધી છૂટ્ટી રાખવામાં આવતી જેથી ખરાબ ના દેખાય, પણ આજે ડાન્સમાં કેટલા ઓછા કપડાં પહેરવા કે જેથી વધારે આકર્ષક બનાવી શકાય તેના પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે અને શરીર અડધા ઉપર ખૂલ્લુ જેવું જ લાગે છે. તેમ છતાંય બધી સમય પ્રમાણેની માગ છે એવું વિચારીને સ્વીકારવું જ રહ્યું.
પ્ર: ફિલ્મો, નાટકો અને સિરિયલ્સમાંથી શેમાં કામ કરવાની મજા વધારે આવે છે?
ઉ: દરેકમાં મારે એક્ટિંગ જ કરવાની હોય છે, તે ફિલ્મ હોય, નાટક હોય કે સિરિયલ હોય. મને દરેક પાત્રમાં અને દરેક સ્ક્રિન પર એક્ટિંગ કરવી ખૂબ ગમે છે. એક્ટિંગ જ જીવનનો ધ્યેય છે.
MPB / KP
હવે ગુજરાતી ફિલ્મમાં કામ કરવું અઘરૂં: અરૂણા ઇરાની
મુંબઈ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: