Home» Women» Home Decor» Smart phone applications for homedecor

મોબાઈલ એપ્સથી સજાવો ઘર

Agencies | September 03, 2012, 12:50 PM IST

નવી દિલ્હી :

દિવાળીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ઘર સજાવવાના શોખીનો અત્યારથી તેની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. તમે જો તમારા ઘરને  આગવી રીતે સજાવવા માંગતા હો તો હવે એવા કેટલાય સોફ્ટવેર તથા એપ્સ તમારી મદદ કરી શકે છે.  એની મદદથી તમે જ તમારા ઘરના એક્સપર્ટ ડિઝાઇનર બની શકો છો.  તો ચાલો જાણીએ ઘર સજાવવાની કેટલીક એપ્લિકેશન્સ વિશે.


હોમ ડેકોર

પ્લેટફોર્મ આઇઓએસ

કોઈ જ કિંમત નથી


દિવાળીના સમયમાં જુદા જુદા રંગોથી દીવાલને રંગવાની ખૂબ મજા આવશે. રંગોની મજા હવે તમને એપ્લિકેશનની મદદથી મળી શકે છે. એપ્પલ આઇફોન ઉપર ચાલતી આ એપ્લિકેશનની મદદથી તમે જોઈ શકશો કે એ રંગો લગાવ્યા બાદ તમારી દીવાલો કેવી લાગશે?  આ એપ્લિકેશનની મદદથી  તમે તમારી દીવાલોના ફોટા લો અને તેના માટે જુદા જુદા રંગ પસંદ  કરીને જુઓ.  તમને તરત ખબર પડશે કે તમારી દીવાલ કેવી દેખાય છે?

આ એપ્સની મદદથી તમે ફર્નિચર દીવાલ હેગિંગ્સ અને અન્ય વસ્તુ માટેના રંગ પણ પસંદ કરી શકો છો.


ડિઝાઇન ડાયમેન્શન

તમે તમારા રૂમને સજાવવા અથવા તો રૂમમાં નવું ફર્નિચર વસાવવા માંગો છો તો ફર્નિચરની શોપમાં જતાં પહેલાં જરા થોભો. ફર્નિચર લેતાં પહેલાં એકવાર ડિઝાઇન ડાયમેન્શન એપ્લિકેશનનો ઉપયોગ કરો અન પછી જુઓ તમારું કામ કેવું સરળ બની જાય છે.

આ એપ્લિકેશનનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. આ એપ્લિકેશનમાં દરેક બાબતનું થ્રીડી ચિત્ર હાજર છે જેથી આર્કિટેક્ટથી માંડીને કોન્ટ્રાક્ટર, બિલ્ડર, રિટેલર માટે આ એપ્લિકેશન ખૂબ જરૂરી છે. આ એપ્લિકેશન તમને એ સમજાવવામાં મદદ કરશે કે તમે જે વસ્તુ લાવવા માંગો છો તેના માટે તમારા ઘરમાં કે રૂમમાં પૂરતી જગ્યા છે કે નહીં?


હાઉસ ઇન્ટિરિયર ડિઝાઇન આઇડિયા

પ્લેટફોર્મ આઇઓએસ

નિઃશુલ્ક


આ એપ્લિકેશન એટલી મદદરૂપ છે કે સીએનએને આ એપ્લિકેશનને ‘ઇન્ટિરિયરનો વિકીપીડિયા’  તરીકે નવાજી છે. આ એપ્લિકેશનમાં હોમ ડોકેર ડિઝાઇનિંગથી માંડીને અન્ય ટિપ્સ વિશે દુનિયાભરની માહિતી છે. એ એપ્લિકેશનમાં તમે પાંચ લાખ ઇમેજ જોઈ શકો છો. તમે તમારા રૂમ અને તેના લોકેશન પ્રમાણે તમારી પસંદગીની ડિઝાઇન મેળવી શકો છો. સાથેસાથે તેમાં આપેલી આઇડિયા બુકમાંથી તમારી પસંદગીની ડિઝાઇન,સ્થાનિક ડિઝાઇનર અને આર્કિટેક્ટની પંસદગી પણ કરી શકો છો.


ડોર્સ

પ્લેટફોર્મ-આઈઓએસ

કિંમત -2.99 અમેરિકન ડોલર


મહેમાન જ્યારે ઘરમાં પ્રવેશે ત્યારે સૌપ્રથમ દરવાજો જોતા હોય છે. દરવાજો ભવ્ય અને આકર્ષક હોય તો તેનાથી જ લોકો ઘરની અંદરની ભવ્યતા વિશે પોતાની ધારણા બાંધી લેતા હોય છે. ડોર્સ એપ્લિકેશન તમને દરવાજાની અલગ અલગ ડિઝાઇનનો સ્લાઇડ શો બતાવશે. જેમાંથી તમે તમારા દરવાજા માટે ટકાઉ અને સુંદર ડિઝાઇન પસંદ કરી શકો છો.  

જોકે આઇફોનની આ એપ્લિકેશન માટે આશરે ત્રણ અમેરિકન ડોલર રકમ ખર્ચવી પડે છે.


ઇકો મોર્ડન કિચન

પ્લેટફોર્મ-આઇઓએસ

કિંમત- 4.99 અમેરિકન ડોલર


રસોડું કોઈ પણ ઘરનું હાર્દ હોય છે. જો તેમાં આધુનિક સુવિધા આપતું સગવડભર્યું ઇન્ટિરિયર હોય તો ગૃહિણીને એ ખૂબ આકર્ષે છે. 2011માં  ‘ઇકો ડિઝાઇન એપ્સ’ એવોર્ડ જીતી ચૂકેલી આઈફોનની આ એપ્લિકેશન રસોડાની દરેક પ્રકારની સુવિધાને ધ્યાનમાં રાખે છે.

આ એપ્લિકેશન એવી રીતે બનાવવામાં આવી છે કે જેના ઉપયોગ થઈ ઊર્જાનો ઉપયોગ ઓછો થાય. ઉપરાંત પાણીનો વપરાશ પણ ઓછો થાય તેવી ટિપ્સ અને ડિઝાઇન જણાવવામાં આવી છે.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %