Home» Shabda Shrushti» Book Introduction» Shabdnisathesathe18 3 12

ગાંધીવિચારને સમજવા માટે “હિંદ સ્વરાજ”

Dinesh Desai | March 18, 2012, 12:00 AM IST

અમદાવાદ :

ગાંધીજીને અને ગાંધીવિચારને સમજવા માટે જે ચોપડી ફરી ફરીને વાંચવી જોઈએ તેનું નામ “હિંદ સ્વરાજ” ઈ.સ. 1908માં વિલાયતથી પાછા ફરતાં આગબોટ ઉપર આ લખાઈ. પોતે જાણે કે અખબારના અધિપતિ છે અને વાચકના પ્રશ્નોના ઉત્તરો આપે છે તે, ઢબે આ ચોપડી રજૂ થઈ છે.

 

સનાતન સમયથી જાણીતા સત્ય અને અહિંસાના વિચારોનો રોજબરોજના જીવનમાં કઈ રીતે અમલ કરી શક્ય, તેનો આચાર કઈ રીતે શક્ય છે તે વિશે ગાંધીજી આમાં સ્પષ્ટતા કરે છે.

 

‘સત્ય મેવ જયતે’ એ વાતનો ઋગ્વેદકાળ જેટલી જૂની છે કોઈપણ કાળે, કોઈપણ સ્થળે એના અમલ માટે, જીવન જીવવાની એક પદ્ધતિ તરીકે તેના ઉપયોગ માટે શું શું થઈ શકે તે વિશે ગાંઘીજી આમાં સ્પષ્ટતા કરતા કરે છે.

 

આર્થિક પ્રગતિને તે સુધારા તરીકે ઓળખાવે છે. આર્થિક પ્રગતિ માટે યંત્રોને પ્રોત્સાહન અને ભોદવાદને પ્રોત્સાહન મળતું જોઈ ગાંધીજીની સુક્ષ્મ દૃષ્ટિ જોઈ શકે છે કે, આનાથી તો, શોષણ વધે છે. શોષણ વધે એટલે શોષકોની ફોજ  ઊભી થાય અને લાંબે ગાળે શોષકો અને શોષિતો વચ્ચે ઘર્ષણ થતાં હિંસાચાર થાય. ગાંધીજી યંત્રોના ઉપયોગના વિરોધ નથી- જો સૌનાં શ્રમ અને સમય બચાવવા માટે તેનો ઉપયોગ થાય તો, પણ યંત્રોથી બેકારી વધે આળસ વધે ધન મેળવવાની ગાંડી દોડ માટે તેનો ઉપયોગ થાય જલદીથી પૈસા કમાવા માટેનું એ સાધન બને તો એ માનવજાત માટે જોખમી છે તેવું એ જોઈ શક્યા છે સુધારો એટલે ઉપભોક્તા વધવું- વધું ખાવું, વધુ પહેરવું, વધુ વાપરવું. આખી દુનિયા બજાર બની જાય છ. માણસનો શ્રમ પૈસાના વિનિમયનું સાધન બને એમ નહીં, તેની બુદ્ધિ, તેનુંસ રૂપ, તેનું વ્યક્તિત્વ અને આખરે તેનો આત્મ સુદ્ધાં પૈસાથી ખરીદી શકાય તેવી સ્થિતિ આવે તેવુંએ જોઈ શક્યા.આને કારણે  શરીરસુખમાં જ સાર્થક્ય અને કૃતાર્થતા વ્યક્તિ માને અવી સ્થિતિ સર્જાય.

 

શરીરસુખ માટેની આવી ગાંડી ધેલછા વ્યક્તિને સ્વાર્થી, લોભી અને અંતે ક્રૂર બનાવે, આમ થતાં એ નીતિમત્તા પણ છોડી દે. નીતિ એટલે મન અને ઈન્દ્રિયોને વશમાં રાખવી. એ વશમાં ન રહેતાં  અન્યોન્યુ પડાવી લેવાની સ્પર્ધા શરૂ થાય અને એ સ્પર્ધા સતત યુદ્ધ ચાલ્યાં કરે છે એનાં મૂળ આ શોષણમાં રહેલાં છે, ભોગવાદમાં રહેલાં છે.

 

દુનિયામાં સતત લડાઇ છતાં દુનિયા નભી છે અને આટલા બધા માણસો લડાઇમાં મરી જાય છે, છતાં ઘણા બધા માણસો જગતમા જીવે છે એ જણાવે છે કે, હથિયાર બળ કે પશુબળ કરતા આત્મબળ, દયા  અને કરૂણા વધુ બળવાન છે. આમ છતાં સૌ સતત અજંપામાં, ભયમાં, અસુરક્ષાની લાગણી સાથે જીવે છે એનું કારણ શોષણ અને ભોગવાદ છે તે ગાંધીજી સ્પષ્ટ કરે છે.

 

એટલે અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ એટલે સ્વરાજ એવો ખ્યાલ અધૂરો છે એમ ગાંધીજીને લાગ છે. અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મળે પણ અંગ્રેજીયતમાથી અંગ્રેજ પ્રજાએ આપેલા સ્વાર્થ અને ભોગવાદના સંસ્કારમાંથી મુક્તિ ન મળે તો, અંગ્રેજી માનસ ઘરાવતા શાસકો જ સત્તા પર આવે. ઈંગ્લેન્ડમાં જેવી પાર્લામેન્ટ છે તેવી આડંબરી અને સ્વાર્થી સભ્યો ધરાવતી પાર્લામેન્ટ જ રચાય અને એ સૌ સત્તાના તોરમાં લોક કલ્યાણનો વિચાર સુદ્ધાં પણ ન કરે. આ છતાં “સ્વરાજ તો સહુએ સહુનું  લેવું જોઈએ”. એ આદર્શ ઉત્તમ છતાં અંગ્રેજો જાય  એને તેમની પાર્લામેન્ટ પદ્ધતિ પ્રમાણે આપણને લોકશાહી મળે એ પ્રાથમિકતા ગાંધીજીએ ઈ.સ. 1921માં સ્વીકારેલી.

 

 

આ કારણ ગાંધીજી વ્યક્તિગત સ્વાવલંબનની હિમાયત કરે છે. એ એવી કેળવણી ઇચ્છે છે કે, જે માત્ર અક્ષરજ્ઞાન ન હોય, રોટલો રળના માટેનાં કૌળવ જ માત્ર પૂરાં ન પાડે પણ વ્યક્તિને ન્યાયદર્શી બનાવે, કુદરતા કાયદાઓ પાળવા સમર્થ બનાવે. તેની બુદ્ધિને શુદ્ધ, શાંત કરનારી અને ઈન્દ્રિયોને વશમાં રાખતા શીખવાડનારી હોય. આમ થાય તો,

 

ખેડૂતને કુટુંબના પોષણ માટે અનાજ પકવવા પૂરતી જરૂરી જમીન મળી રહે. જમીનદારો વાડી. બગીચા બનાવવાના સ્વાર્થીથી અને ઉદ્યોગકારો કારખાંના વિસ્તારની લાલચથી ખેડૂતોની જમીન કોઈપણ રીતે પડાવી ન લે. દરેકને પોતપોતાના હક્કનું મળી રહે અને સમાજના સર્વ લોકોનો સમતોલ વિકાસ થાય તો, દ્રેષભાવ ન રહે, અન્યોન્યથી ભય પામવાપણું ન રહે. વિષયભોગો અને પૈસો માણસને કરડે નહી, રંક બનાવે નહી, દીન અને હીન બનાવે નહીં.

Dinesh Desai

દિનેશ દેસાઈ ગુજરાતી પત્રકાર તેમ જ સાહિત્યકાર છે. વિવિધ અખબારો તેમ જ સામયિકોમાં તેમણે અનેકવિધ વિષયોની સુંદર છણાવટ કરીને ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન આપ્યું છે.

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %