Home» Business» Commerce Services» Seminar on energy and power at vadodara

વડોદરામાં પાવર અધિવેશન યોજાશે

જીજીએન ટીમ દ્વારા | July 25, 2013, 03:17 PM IST

વડોદરા : વડોદરામાં તારીખ 26  જુલાઈના રોજ વિદ્યુતક્ષેત્રનું અધિવેશન યોજાશે. વડોદરા ખાતે સહુ પ્રથમવાર યોજાનાર અધિવેશનમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી સૌરભ પટેલ “મેનેજીંગ સરપ્લસ-એક્સેસિંગ ચીપર” વિષય ઉપર કી નોટ પ્રવચન આપશે.

આ અધિવેશનમાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યમાંથી ખાનગી અને જાહેરક્ષેત્રના નિષ્ણાંતો, વહીવટકર્તાઓ, સરકાર તેમજ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, મોટા વીજગ્રાહકો, સપ્લાયરો સહિત વિધાર્થીઓ ખાસ ઉપસ્થિત રહી વિષયવસ્તુની છણાવટ કરશે.

ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અગ્રસચિવ ડી.જે.પાંડિયન અધિવેશનના 2 પેટા સત્રોને સંબોધિત કરશે. આ પ્રસંગે ગુજરાત વીજ નિગમ લિમિટેડની તમામ શાખાના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહેશે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા યોજિત અધિવેશનમાં ગુજરાત સરકાર દ્વારા ઉર્જાવિતરણથી માંડીને ટેરિફ ઉપર પણ વિગતવાર ચર્ચા થશે.

KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %