
વડોદરા લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીની વિરૂદ્ધ ભાજપના પ્રદેશ યુનિટે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદ મિસ્ત્રીના નિવેદનની બાબતે કરવામાં આવી છે. જેમાં તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજને પહેલા પોતાનો મેડિકલ તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. અને પૂછ્યું કે શું કોઈ સારી ખબર છે.
આ નિવેદન તેમણે સુષમાના તે નિવેદન પછી આપ્યું હતું જેમાં સુષમાએ કહ્યું કે આવાનારા દિવસોમાં ભાજપની કેન્દ્રમાં સરકાર બનાવાને લઈને સંભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે જલ્દી જ સારી ખબર આવવાની છે. આના જવાબમાં મિસ્ત્રીએ કહ્યું કે જો કોઈ સારી ખબર છે તો પહેલા સુષમાં સ્વરાજે પહેલા મેડિકલ ચેકઅપ કરાવવી જોઈએ. આ નિવદેન પર પ્રદેશ યુનિટના અધ્યક્ષ આરસી ફળદૂએ આ બાબતની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે.
ફળદૂના કહેવા મુજબ મિસ્ત્રીએ ના માત્ર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણી કરી છે પરંતુ પાર્ટીની વરિષ્ઠ મહિલા નેતાની વિરૂદ્ધ પણ અભદ્રતા દાખવી છે, જે કોઈ શોભા નથી આપતું. પંચે ફરિયાદ બાબતે જ્યારે મધુસૂદન મિસ્ત્રીને પૂછ્યું તો તેમણે કંઈ યાદ ના હોવાની વાત કહી. સાથે જ કહ્યું છે કે જો પંચ પાસેથી તેમને કોઈ નોટિસ આવે છે તો તેઓ જવાબ તે જ આપવાનું પસંદ કરશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં જાતિ, ધર્મ વગેરેને લઈને ટિપ્પણી પર પંચે પહેલાથી જ દિશા નિર્દેશ જાહરે કરી દીધા છે. ભાજપે આચાર સંહિતા અંતર્ગત મિસ્ત્રીની ટિપ્પણીનો ઉલ્લંઘ કરાર આપતા પોતાની ફરિયાદ પંચમાં દાખલ કરાવી છે. ભાજપની માગ છે કે મિસ્ત્રીના આપત્તિજનક નિવેદન પછીથી તેમની વિરૂદ્ધ ધારા 505 હેઠળ કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સિવાય આઈપીસીની ધારા 153 અને પીપુલ્સ પ્રતિનિધિત્વ અધિનિયમની ધારા 125 (એ) અને 123 (3) હેઠળ પણ કાર્યવાહીની માંગ કરી છે.
PK
Reader's Feedback: