Home» Business» Finance» Sbi to take charge for using atm

SBI ATMના ઉપયોગ બદલ ચાર્જ વસૂલશે

એજન્સી | January 13, 2014, 04:31 PM IST

નવી દિલ્હી :
દેશભરમાં 32,000થી પણ વધુ એટીએમ નેટવર્ક ધરાવી દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ATMના સંચાલનમાં થઈ રહેલા નુકસાનને ભરપાઈ કરવા માટે ગ્રાહકો પાસેથી એટીએમના વ્યવહાર પર ચાર્જ વસૂલશે.
 
બેંકની અધ્યક્ષ અરુંધતી ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, એટીએમ નેટવર્કના વિસ્તાર માટે તેનું વ્યાવસાયિકરણ કરવાની જરૂરિયાત છે. અમે જે પણ સેવાઓ આપીએ છીએ તે બધા પર ચાર્જ વસૂલવામાં આવશે અને તે દરેકના હીતમાં હશે. અમે એક સફળ વ્યાવસાયિક મોડલ બનાવવા માંગીએ છીએ.
 
તેમણે ઉમેર્યું હતું કે એસબીઆઈનું સૌથી મોટું એટીએમ નેટવર્ક છે. કેટલાક રાજ્યોને બાદ કરીને મોટાભાગના રાજ્યોમાં એટીએમ સંચાલનમાં ખોટ જઈ રહી છે. એસબીઆઈ હવે વધુ દિવસો માટે એટીએમ પર સબસિડી આપી શકે તેમ નથી. જોતે તેમણે એટીએમ સંચાલન લાભમાં હોય તેવા રાજ્યોના નામ આપવાની ના પાડી હતી.
 
ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, એટીએમમાં થનારું નુકસાન ચિંતાનજક છે. એસબીઆઈ વધારે એટીએમ લગાવવા માગે છે. તેમની બેંક આ માટે તૈયાર પણ છે. પરંતુ આને કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે પણ અમારે વિચારવાનું છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %