Home» Sports» Indoor Games» Saina nehwals focus is on the all england

સાયનાની નજર ઓલ ઈંગ્લેન્ડ ખિતાબ પર

એજન્સી | March 03, 2014, 06:32 PM IST

બર્મિંગહામ :
એક વર્ષના લાંબા અંતર બાદ ખિતાબૂ જીતનારી ઓલિમ્પ્કિ કાંસ્ય અવોર્ડ વિજેતા ભારતીય બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલની નજર આલ ઈંગ્લેંડ સુપર સીરિઝ પ્રીમિયમ ટુર્નામેન્ટ જીતવા પર છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા બનનારને ચાર લાખ ડોલરની રકમ ઈનામમાં મળે છે.
 
અતિપ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં એક માત્ર ભારતીય સાયના છે. જે ગત વર્ષે સેમીફાઈનલમાં થાઈલેન્ડી રેચાનેક ઇંતાનોન સામે હારી ગઈ હતી. સમગ્ર વર્ષ દરમિયાન ખરાબ ફોર્મ તથા ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલી સાઈના એક વર્ષના અંતર બાદ જાન્યુઆરીમાં સૌયદ મોદી આંતરરાષ્ટ્રીય ગ્રાં પ્રી ગોલ્ડ ખિતાબ જીત્યો હતો.
 
આંતરરાષ્ટ્રીય સ્તરે સાતમો ક્રમ ધરાવતી સાયનાએ ટુર્નામેન્ટ જીતવા પોતાનું વજન પણ ઉતાર્યું છે અને તે સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી રહી છે. તેણે પહેલી મેચ સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોર સામે રમવાની છે. આગલા રાઉન્ડમાં તેની ટક્કર જર્મનીની જૂલિયન શેંક તથા ચોથો ક્રમાંક ધરાવતી શિક્સિયાન વાંગ સાથે થશે. ભારતની જ પીવી સિંધૂ પોતાના અભિયાનની શરૂઆત ચીની યૂ સેન સામે રમીને કરશે. વિશ્વ ચેમ્પિયશિપ કાંસ્ય પદક વિજેતા સિંધૂનો આગલા રાઉન્ડમાં બીજો ક્રમાંક ધરાવતી યિહાન વાંગ સામે મુકાબલો થશે.
 
પુરુષોમાં પી કશ્યપ થા કે શ્રીકાંતને મુખ્ય ડ્રોમાં સીધો પ્રવેશ મળ્યો છે. જે બંનેનો સામનો પહેલા જ રાઉન્ડમાં જાપાનના પાંચમાં ક્રમના કેનચી ટાગો તથા કેંતો મોમોતા સામે થશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %