Home» Sports» Indoor Games» Sindhu crashes out in denmark open

ડેન્માર્ક ઓપનમાં નેહવાલ અને કશ્યપ જીત્યાં

એજન્સી | October 17, 2013, 03:20 PM IST

ઓડેસે :

ડેન્માર્ક ઓપન સીરીઝ પ્રીમિયર બેડમિન્ટનમાં સાઈના નેહવાલ અને પરુપલ્લી કશ્યપે પોતાના પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે બીજી બાજુ પીવી સિંધુને પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે.

મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં સાઈનાએ બુલ્ગારિયાની સ્ટેફની સ્તોએવાને 21-16, 21-12થી હાર આપી હતી. જયારે પુરુષ સિંગલ્સમાં કશ્યપે મલેશિયાના ખેલાડી ડેરેન લીયુને પરાજય આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.

 વિશ્વ ચેમ્પિયનશીપમાં કાંસ્યપદક વિજેતા પીવી સિંધુએ જાપાનની એરીકો હિરોસી સામે શાનદાર રમત દાખવી હતી છતાં તેની 19-21, 20-22 થી હાર થઇ હતી. આ ઉપરાંત અન્ય ખેલાડી અરુંધતી પન્તાવ પણ પ્રથમ રાઉન્ડના અંતે બહાર થઇ ગઇ છે.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %