ધર્મના આધારે મત માંગવા અંગે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સામે ફરિયાદ થાય તો તે અંગે તપાસ કરાશે એમ ચૂંટણી પંચે જણાવ્યું છે.
આજે ઉત્તર પ્રદેશમાં ગાઝીયાબાદ ખાતેની રેલીમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચ સમક્ષ સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જેમાં મોદીએ કહ્યું હતુંકે કોંગ્રેસ અધ્યક્ષ સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી રહી છે. ધર્મના નામે મત માંગવો એ દેશના કાયદાનો ભંગ છે. કોંગ્રેસ પ્રચાર દરમ્યાન સાંપ્રદાયિકતા ફેલાવાના દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ હારી ગઈ છે માટે જ ધર્મનિરપેક્ષતાને બદલે સાંપ્રદાયિકતાનની રમત રમી રહી છે.
જે સંદર્ભે આજે ઈલેક્શન કમિશનર વી એસ સંપતે કહ્યું છે કે ઈમામ બુખારીની સોનિયા ગાંધી સાથેની મુલાકાતને લઈને જો તેમને ફરિયાદ મળશે તો તેઓ ગાંધી સામે કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છેકે મંગળવારે દિલ્હીની જામા મસ્જિદના ઈમામ સૈયદ અહમદ બુખારીના નેતૃત્વમાં એક મુસ્લિમ પ્રતિનિધિમંડળ સોનિયા ગાંધીને મળ્યું હતું. બુખારી કહ્યુ હતુ કે સોનિયા ગાંધીએ તેમને કહ્યું હતું કે તેઓ ધ્યાનમાં રાખે સમુદાયના મત વિભાજિત થવા ન દે.
RP
Reader's Feedback: