Home» Entertainment» Bollywood» Rajinikanths next film titled on his grandson

પૌત્રના નામ પર છે રજનીકાન્તની નવી ફિલ્મ લિંગા

Agencies | April 30, 2014, 02:13 PM IST

નવી દિલ્હી :

સુપરસ્ટાર રજનીકાન્તે પોતાની આગામી ફિલ્મ તમિલ ફિલ્મ કોચાદૈયાંના રિલીઝથી એક અઠવાડિયા પહેલા પોતાની આગામી ફિલ્મ લિંગાની શૂટિંગ શરૂ થવાની આશા વ્યક્ત કરી છે. ફિલ્મને આપેલું આ નામ તેમના પૌત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. લિંગા, અભિનેતા ધનુષ અને તેમની પત્ની એશ્વર્યાના બીજો પુત્ર છે. એશ્વર્યા રજનીકાન્તની પુત્રી છે. ફિલ્મ યૂનિટથી જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ફિલ્મને લિંગા નામ આપવામાં આવ્યું છે. જો બધુ સારું રહ્યું તો અમે કદાચ મે પહેલા શૂટિંગ શરૂ કરીશું. હું આ સમયે ફિલ્મની બાબતે વધારે ખુલાસો નહી કરી શકું.

ફિલ્મનું નિર્દેશન કરનાર કે.એસ.રવિકુમારે મંગળવારે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર લિંગા ટાઈટલ વાળું એક પોસ્ટર અપલોડ કર્યું. પોસ્ટરમાં સુપરસ્ટાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા, અનુષ્કા શેટ્ટી અને એ.આર.રહેમાન દેખાઈ રહ્યા છે. બે ઓસ્કર એવોર્ડના વિજેતા કમ્પોઝર રહેમાન ફિલ્મને માટે ધુન બનાવશે. આ રજનીકાન્તની સાથે તેમની સાતમી ફિલ્મ હશે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.46 %
નાં. હારી જશે. 20.91 %
કહીં ન શકાય. 0.63 %