અભિનેતા શાહરૂખ ખાને કહ્યું કે તેઓ સુપરસ્ટાર રજનીકાન્તના ખૂબ જ મોટો પ્રશંસક છું અને તેમની ફિલ્મ કોચાદઈયાંના ઓડિયો લોન્ચમાં સામેલ થવા માટેના ત્રણ કારણ છે. પહેલું કારણ આપ સૌ કોઈની જેમ હું પણ રજનીકાન્તનો મોટો પ્રશંસક છું. કિંગ ખાને પોતાના વિતેલા દિવસોને યાદ કરતા જણાવ્યું કે વર્ષો પહેલા જ્યારે તેઓ મુંબઈ આવ્યા તો રજનીકાન્ત અભિનય હેઠળ તૈયાર કરવામાં આવી રહેલ એક ફિલ્મની શૂટિંગ જોવા ગયા હતા. શૂટિંગમાં દક્ષિણ ભારતીય સુપરસ્ટારને જોઈને તેમણે અભિનયનો એક મહત્વપૂર્ણ શીખ મળી.
શાહરૂખે વધુમાં જણાવ્યું કે દૂરથી જોયું કે તેઓ એક મોટા અરિસાની સામે ઉભા હતા અને પોતાના મોઢામાં સિગરેટ ફેંકવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. શાહરૂખે કહ્યું કે અહીં આવવાનું બીજું કારણે રજનીકાન્તની સાથે દોસ્તી છે. અને ત્રીજું કારણ કેમકે હું અહીં જ્ઞાન મેળવવાની ઈચ્છા દ્રષ્ટ્રિથી આવ્યો છું. કેમકે અહીં જે ફિલ્મો બની છે તેણે હકીકતમાં આપણા દેશનું ગૌરવ વધાર્યું છે.
PK
Reader's Feedback: