Home» Entertainment» Bollywood» Sonakshi to play a role of 1940 women

સોનાક્ષી 1940ના દશકાની યુવતી બનશે

એજન્સી | April 30, 2014, 04:04 PM IST

મુંબઈ :
બોલીવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા સિલ્વર સ્ક્રીન પર 40ના દશકાની યુવતીનો રોલ નિભાવવા જઈ રહી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્દેશક કે.એસ.રવિકુમાર રજનીકાંતને લઈને એક ફિલ્મ બનાવવા ઝઈ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા સોનાક્ષી સિન્હા તામીલ ફિલ્મોમાં કદમ માંડશે.
 
આ ફિલ્મમાં સોનાક્ષી ઉપરાંત અનુષ્કા શેટ્ટી નામની અભિનેત્રી પણ કામ કરશે. બોલીવૂડમાં થઈ રહેલા ગણગણાટ મુજબ ફિલ્મમાં સોનાક્ષી 40ના દશકાની યુવતીનો રોલ કરતી દેખાશે. રજનીકાંત આ ફિલ્મમાં ડબલ રોલમાં હશે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે. જેમાં એક રોલ રાજા જેવો હશે.
 
ફિલ્મના નિર્માતાનું માનવું છે કે 40ના દશકાની સુંદરી માટે સોનાક્ષી એકદમ યોગ્ય છે. ફિલ્મનું શુટિંગ મે મહિનામાં શરૂ થશે. આ ફિલ્મ તામીલની સાથેસાથે હિન્દીમાં પણ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાયે રજનીકાંત સાથે રોબોટ ફિલ્મમાં કામ કર્યું હતું તો દીપિકા પાદુકોણે રજનીકાંત સાથે કોચાદૈયામાં કામ કર્યું છે. આમ આ બંને બાદ હવે સોનાક્ષી રજનીકાંત સાથે કામ કરવા જઈ રહી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %