Home» Interview» politics» Pranab son abhijit like to inherit his political legacy

પિતાનો રાજકીય વારસો સંભાળીશ : અભિજિત

IANS | July 25, 2012, 06:37 PM IST

નવી દિલ્હી :

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી તેમના પિતાની ખાલી પડેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે. પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યાના થોડા સમયમાં પુત્ર અભિજિત મુખરજીએ આઈએએનએસ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળના જંગીપુરની લોકસભા સીટના સાંસદ તરીકે પિતાનો રાજકીય વારસો સંભાળવા ઈચ્છે છે. અભિજિત પશ્ચિમ બંગાળના ધારાસભ્ય છે અને તેઓએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભિજિત મુખરજી સાથેની વાતચીતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.


પ્રશ્નઃ પ્રણવજી રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની ખાલી પડેલી લોકસભા સીટ પરથી આપ ચૂંટણી લડશો?

અભિજિતઃ હું તેમનો રાજકીય વારસો સંભાળવા ઈચ્છીશ પરંતુ હજુ કંઈ નક્કી નથી. મારી પાર્ટીએ એ નક્કી કરવાનું છે કે મારે જંગીપુર સીટ પરથી લડવું કે નહીં. જો મારો પક્ષ મને જંગીપુરથી ચૂંટણી લડવાનું કહેશે તો હું ચોક્કસ લડીશ.

----------------------------------------------------------------------------------------------------------

પ્રશ્નઃ રાજકારણમાં પિતાની કારકિર્દીને કઈ રીતે જુઓ છો?

અભિજિતઃ
માત્ર મારા જ નહીં પણ એ દરેક વ્યક્તિ કે જે રાજકારણમાં આગળ આવવા ઈચ્છે છે તેના માટે મારા પિતાની રાજકીય કારકિર્દી આદર્શરૂપ છે. હું ઈચ્છું છું કે તેમણે તેમના જાહેર જીવનમાં જે સારાં કાર્યો કર્યાં છે તેના માટે દરેક લોકો તેઓને યાદ કરે.

---------------------------------------------------------------------------------------------------------

પ્રશ્નઃ આપના રાજકીય કારકિર્દીમાં લક્ષ્યો શું છે?

અભિજિતઃ હું મારા પિતા પ્રણવ મુખરજી જેવી યોગ્યતા જો હું મારા રાજકીય જીવનમાં 30 ટકા પણ પ્રાપ્ત કરી શકું તો ખુદને હું ધન્ય સમજીશ. હું એક વર્ષ પહેલાં ધારાસભ્ય બન્યો છું અને ધારાસભ્ય તરીકે મારી પાસે ચાર વર્ષ છે. મારી પાર્ટી મને કહેશે તો હું પિતાની ખાલી પડેલી જંગીપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડીને તેમનો રાજકીય વારસો પ્રાપ્ત કરવા કોશિશ કરીશ.

---------------------------------------------------------------------------------------------------------

પ્રશ્નઃ પ્રણવદાને સમર્થન મામલે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની નારાજગી વિશે કંઈ કહેશો?

અભિજિતઃ (થોડા સંયમિત થઈને કહ્યું) તેમણે ભલે વિલંબથી સમર્થન આપ્યું પણ સમર્થન આપ્યું તો ખરુંને. તૃણમૂલ કોંગ્રેસે મારા પિતાને જ મત આપવાનું નક્કી કર્યુ. તેઓએ અંતે પિતાને જ સમર્થન આપ્યું. હવે તેની કોઈ આગળ ચર્ચા કરવાનો અર્થ નથી.

---------------------------------------------------------------------------------------------------------

પ્રશ્નઃ પિતા પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બનશે એવો આપને વિશ્વાસ હતો?

અભિજિતઃ હા, અમને સૌને એવો વિશ્વાસ હતો કે તેઓ જ વિજયી બનશે. અમે સૌ તેમની આ સિદ્ધિથી ગૌરવ અનુભવી રહ્યાં છીએ.


JD / YS/AP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %