ભારતના રાષ્ટ્રપતિ નકલી ટ્વિટર એકાઉન્ટને લઈને ચર્ચામાં આવી ગયા છે. અઠવાડિયા અગાઉ રાષ્ટ્રપિત પ્રણવ મુખર્જીના નામે ટ્વિટર એકાઉન્ટ ખુલતાની સાથે જ લાખો ફોલોઅર્સ બની જવા પામ્યાં હતા. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ ભવનને ટ્વિટર એકાઉન્ટ સંદર્ભે માહિતી મળી ત્યારે ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રાષ્ટ્રપતિના ઓએસડીએ એકાઉન્ટને નકલી ઠેરવ્યું હતું. તે સાથે દિલ્હી પોલીસને લેખિત ફરિયાદ થવા પામી હતી. જોકે તાત્કાલિક સાઈબર સેલમાં કેસ દાખલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. જે સંદર્ભે ટ્વિટર કંપની સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં નકલી એકાઉન્ટ સંદર્ભે માહિતી લેવામાં આવી હતી. જેમાં માલુમ પડ્યું કે આ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નામે આ એકાઉન્ટ અઠવાડિયા અગાઉ બનાવામાં આવ્યું હતું. પરંતુ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિએ કોઈ ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું નથી તેવી કંપની જાણ થતાં જ કંપનીએ નકલી એકાઉન્ટ બંધ કરી દીધું છે.
જોકે આ નકલી એકાઉન્ટથી એક જ પ્રારંભિક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં પ્રણવ મુખર્જી ટ્વિટર પર આવી ગયા હોવાનું જણાવાયું હતું.
સચિન તેડુંલકરનો ફેસબુક પર ખુલાસો
સચિન તેડુંલકર ટ્વિટર પર તેમના દિકરી અને દિકરાના નામે બનેલા નકલી એકાઉન્ટથી પરેશાન છે. આ નક્લી એકાઉન્ટથી સતત ટ્વિટ થઈ રહ્યું હતું. જેમાં અમુક રાજકીય ટિપ્પણી, પાર્ટીન સમર્થન,તેમજ અમુક મુદ્દે સતત ટ્વિટ થઈ રહ્યું હતું. ઉપરાંત આ એકાઉન્ટ અસલી લાગે તે માટે થોડીક અંગત વાતો લખવામાં આવી હતી. જેથી ફોલોઅર્સના આ એકાઉન્ટ અસલ લાગે પરંતુ આ વાતની જાણ થતાંજ સચિન એક્ટીવ બની ગયા. અને તેમણે તુરંત જ ફેસબુકના માધ્મયથી આજે લોકો વચ્ચે ખુલાસો કર્યો કે મારી દિકરી સારા અને પુત્ર અર્જૂનના નામથી ટ્વિટર પર નકલી એકાઉન્ટ ખુલ્યાં છે. જે ભરોસાપાત્ર નથી.
આ પોસ્ટ થતાંની સાથે જે જેણે ટ્વિટર પર નકલી એકાઉન્ટ કર્યુ છે. તેણે પણ પોતાના તરફથી સચિનની માફી માંગી છે. અને તેને જણાવ્યું હતું કે સચિનની ફેમીલીનો પ્રશંસક છે અને તેની કોઈ ખોટો ઈરાદો નથી.
RP
Reader's Feedback: