રાષ્ટ્રપિત ભવનમાં આજે આયોજીત થયેલા સમારોહમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ.આર.એ.માશેલકર, બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ, બોલીવૂડ અભિનેત્રી વિધ્યા બાલન તેમજ અભિનેતા કમલ હસન સહિત વિભિન્ન ક્ષેત્રોની 66 જાણીતી હસ્તીઓને વર્ષ 2014ના પદ્મ પુરસ્કારોથી સમ્માનિત કર્યા.
12 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 53 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિએ ખેલજગતમાં યોગદાન બદલ પુલેલા ગોપીચંદને પદ્મ ભૂષણ પુરસ્કારથી સમ્માનિત કર્યા.
સમ્માન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ તેમજ મંત્રીપરિષદના અનેક સદસ્યો સહિત ગણમાન્ય વ્યક્તિ હાજર રહ્યાં હતાં.
નોંધનીય છેકે પદ્મ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાનો એક છે. આ પુરસ્કાર વિભિન્ન ક્ષેત્રોમાં સારા યોગદાન આપેલ વ્યક્તિઓને આપવામાં આવે છે. આ પુરસ્કાર દરેક વર્ષે ગણતંત્રના દિવસે જાહેર કરવામાં આવે છે. જેને માર્ચ-એપ્રિલ દરમ્યાન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત કાર્યક્રમ દરમ્યાન ભારતના રાષ્ટ્રપતિ દ્રારા આપવામાં આવે છે.
ત્રણ શ્રેણીમાં પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. જ્યારે પદ્મ ભૂષણ ઉચ્ચ કોટીની વિશિષ્ટ સેવા માટે અને પદ્મશ્રી વિભિન્ન ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.
બોલીવૂડની ટોપ અભિનેત્રી વિધ્યા બાલને પદ્મશ્રી એવોર્ડ રાષ્ટ્રપિતના હસ્તે ગ્રહણ કર્યા બાદ કહ્યું હતું કે તેમને ભરોસો નથી થતો કે તેમને પદ્મશ્રી સમ્માન માટે પસંદગી પામ્યા છે. ઉલ્લેખનીય છેકે વિધ્યા બાલને પાછલા વર્ષોમાં એક પછી એક બોક્સ ઓફિસ પર હીટ ફિલ્મો આપી છે. જેમાં તેમના અભિયનને વખાણવામાં આવ્યો હતો.
RP
Reader's Feedback: