રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી તેમના પિતાની ખાલી પડેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે. પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યાના થોડા સમયમાં પુત્ર અભિજિત મુખરજીએ આઈએએનએસ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળના જંગીપુરની લોકસભા સીટના સાંસદ તરીકે પિતાનો રાજકીય વારસો સંભાળવા ઈચ્છે છે. અભિજિત પશ્ચિમ બંગાળના ધારાસભ્ય છે અને તેઓએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભિજિત મુખરજી સાથેની વાતચીતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.
પ્રશ્નઃ પ્રણવજી રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની ખાલી પડેલી લોકસભા સીટ પરથી આપ ચૂંટણી લડશો?
અભિજિતઃ હું તેમનો રાજકીય વારસો સંભાળવા ઈચ્છીશ પરંતુ હજુ કંઈ નક્કી નથી. મારી પાર્ટીએ એ નક્કી કરવાનું છે કે મારે જંગીપુર સીટ પરથી લડવું કે નહીં. જો મારો પક્ષ મને જંગીપુરથી ચૂંટણી લડવાનું કહેશે તો હું ચોક્કસ લડીશ.
----------------------------------------------------------------------------------------------------------
પ્રશ્નઃ રાજકારણમાં પિતાની કારકિર્દીને કઈ રીતે જુઓ છો?
અભિજિતઃ માત્ર મારા જ નહીં પણ એ દરેક વ્યક્તિ કે જે રાજકારણમાં આગળ આવવા ઈચ્છે છે તેના માટે મારા પિતાની રાજકીય કારકિર્દી આદર્શરૂપ છે. હું ઈચ્છું છું કે તેમણે તેમના જાહેર જીવનમાં જે સારાં કાર્યો કર્યાં છે તેના માટે દરેક લોકો તેઓને યાદ કરે.
---------------------------------------------------------------------------------------------------------
પ્રશ્નઃ આપના રાજકીય કારકિર્દીમાં લક્ષ્યો શું છે?
અભિજિતઃ હું મારા પિતા પ્રણવ મુખરજી જેવી યોગ્યતા જો હું મારા રાજકીય જીવનમાં 30 ટકા પણ પ્રાપ્ત કરી શકું તો ખુદને હું ધન્ય સમજીશ. હું એક વર્ષ પહેલાં ધારાસભ્ય બન્યો છું અને ધારાસભ્ય તરીકે મારી પાસે ચાર વર્ષ છે. મારી પાર્ટી મને કહેશે તો હું પિતાની ખાલી પડેલી જંગીપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડીને તેમનો રાજકીય વારસો પ્રાપ્ત કરવા કોશિશ કરીશ.
---------------------------------------------------------------------------------------------------------
પ્રશ્નઃ પ્રણવદાને સમર્થન મામલે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની નારાજગી વિશે કંઈ કહેશો?
અભિજિતઃ (થોડા સંયમિત થઈને કહ્યું) તેમણે ભલે વિલંબથી સમર્થન આપ્યું પણ સમર્થન આપ્યું તો ખરુંને. તૃણમૂલ કોંગ્રેસે મારા પિતાને જ મત આપવાનું નક્કી કર્યુ. તેઓએ અંતે પિતાને જ સમર્થન આપ્યું. હવે તેની કોઈ આગળ ચર્ચા કરવાનો અર્થ નથી.
---------------------------------------------------------------------------------------------------------
પ્રશ્નઃ પિતા પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બનશે એવો આપને વિશ્વાસ હતો?
અભિજિતઃ હા, અમને સૌને એવો વિશ્વાસ હતો કે તેઓ જ વિજયી બનશે. અમે સૌ તેમની આ સિદ્ધિથી ગૌરવ અનુભવી રહ્યાં છીએ.
JD / YS/AP
પિતાનો રાજકીય વારસો સંભાળીશ : અભિજિત
નવી દિલ્હી :
Related News:
- વિદ્યા બાલન, પુલેલા સહિત 66 હસ્તીઓને મળ્યા પદ્મ પુરસ્કાર
- આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન, તેલંગાણા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
- આર્થિક મુદ્દા હંમેશા પડકારજનક રહેશેઃ પ્રણવ મુખરજી
- સી. આર. પાટીલે નરેન્દ્ર મોદીની નકલી તસવીર વહેતી કરી
- ક્રિકેટના ભગવાન તેંડૂલકર અને વૈજ્ઞાનિક પ્રો.રાવને ભારત રત્ન એનાયત
- નક્લી એકાઉન્ટની સમસ્યા, સચિન સહિત રાષ્ટ્રપતિ ભવનનો ખુલાસો
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: