Home» India» Security» Pakistans army chief calls kashmir its jugular vein

પાકિસ્તાનના ગળાની નસ છે કાશ્મીર : જનરલ શરીફ

Agencies | May 01, 2014, 12:46 PM IST

નવી દિલ્હી :

ભારતમાં નવી સરકારના બન્યા પછી ફરી એકવાર પાકિસ્તાને કાશ્મીરની બાબતે નિવેદન આપ્યું છે. આર્મી ચીફ જનરલ રહીલ શરીફે કાશ્મીરને પાકિસ્તાનને માટે ગળાની નસ ગણાવી છે. જનરલ શરીફના જણાવ્યા મુજબ કાશ્મીરના મુદ્દાનું સમાધાન ત્યાના લોકોની ભાવનાઓ અને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ મુજબ થવું જોઈએ. તેમણે ચેતવણી વાળા લહેકામાં કહ્યું કે શાંતિને માટે આમ કરવું જરૂરી છે અને કાશ્મીરના લોકોની શહીદી બેકાર નહી જવા દઈએ.

જનરલ રહીલ શરીફે રાવલપિંડીમાં શહીદ દિવસે કહ્યું કે કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત વિવાદ છે. સેના પ્રમુખ શરીફે કહ્યું કે પાકિસ્તાનની સેના શાંતિના પક્ષમાં છે. પરંતુ કોઈ પણ આક્રમણનો જવાબ આપવાને માટે પણ હંમેશા પૂરી રીતે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના દાઉદ ઈબ્રાહીમ પર નિવેદન આપ્યું ત્યારબાદ પાકિસ્તાનના ગૃહમંત્રી નિસાર અલી ખાને એક નિવેદનમાં કહ્યું છે કે મોદી પહેલા એ માહિતી મેળવવી જોઈએ કે દાઉદ કયાં રહે છે અને ત્યારબાદ પાકિસ્તાન પર આક્રમણની વાત વિચારવી જોઈએ.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %