પાકિસ્તાનનાં વરિષ્ઠ પત્રકાર અને જિયો ન્યૂઝનાં સંપાદર હમીદ મીર પર કરાચીમાં જીવલેણ હુમલો થયો છે. કરાચી એરપોર્ટ બહાર હામિદ મીરને 3 ગોળી મારવામાં આવી. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા, અને ઘટનાને અંજામ આપીને ફરાર થઇ ગયા.
હામિદ મીર કરાચી એરપોર્ટથી બહાર નીકળીને ઑફિસ જઇ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો. હામિદને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હામિદનાં શરીરનાં પેટના નીચેનાં ભાગમાં 3 ગોળી વાગી છે. આ પહેલા પણ હામિદ મીર પર અનેકવાર હુમલાની કોશિષ થઇ ચુકી છે.
નોંધનીય છે કે હામિદ મીર કટ્ટરપંથીઓનાં સખત ટિકાકાર રહ્યા છે, અને કટ્ટરપંથીઓએ હામિદ મીરને અનેક વાર ધમકી પણ આપી છે. કેટલાક દિવસો પહેલા તાલિબાનની ગોળીઓનો શિકાર થનાર યૂસુફજઇ મલાલા પણ જિયો ન્યૂઝ પર હામિદ મીર સાથે હતી. હામિદ પર ગત્ વર્ષે હુમલાની કોશિષ થઇ હતી, જ્યારે તેમની કારમાંથી બોંબ મળ્યો હતો. હામિદ સતત તાલિબાનના નિશાને રહ્યા છે.
DP
Reader's Feedback: