Home» Development» Health» National up doctors end strike after allahabad hc orders inquiry

હાઈકોર્ટના હસ્તક્ષેપને કારણે ડોક્ટરોની હડતાળ પૂરી

Agencies | March 06, 2014, 11:32 AM IST

કાનપુર :

ઉત્તર પ્રદેશમાં ડૉક્ટરોની હડતાળ પૂરી થઈ ગઈ છે. ડૉક્ટરોની સંસ્થા આઈએમએ દ્વારા એલાન કરાયું છે કે બધા જ ડૉક્ટર આજે સવારથી પોતાના કામ પર પાછા ફરે. આની સાથે જ બધા જ સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ ફરીથી ચાલુ થઈ ગઈ છે.

ડૉક્ટરોએ આ બાબતમાં અલાહાબાદ હાઈકોર્ટના હસ્તક્ષેપ કરવા પછીથી હડતાળને પૂરી કરવાનું એલાન કર્યું છે. બુધવારે હાઈકોર્ટે આખી બાબતમાં આપોઆપ સમજશક્તિ દાખવતા મેડિકલ છાત્રાઓને મારપીટના આરોપી પોલીસ અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો, સાથે જ ડૉક્ટરો પાસેથી હડતાળ પૂરી કરીને કામ પર પાછા ફરવાની પણ અપીલ કરવામાં આવી હતી. આ વચ્ચે બુધવારે યૂપી સરકારે હડતાળ કરનાર ડૉક્ટર પર એસ્મા લગાવી દીધો હતો.

ડૉક્ટરોની મારપીટનો મામલો 6 દિવસ જૂનો છે. આરોપ છે કે કાનપુર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકીના કહેવા પર પોલીસે મેડિકલના વિદ્યાર્થીઓ અને જૂનિયર ડૉક્ટરોની ભારે મારપીટ કરાઈ હતી. આનાથી નારાજ રાજ્યથી મેડિકલ કૉલેજના ડૉક્ટર હડતાળ પર ઉતરી ગયા હતા. ડૉક્ટરોની સંસ્થા આઈએએમે પણ આ હડતાળનું સમર્થન કર્યું હતું. જાણકારી મુજબ 5 દિવસ ચાલેલી આ હડતાળના કારણે આશરે 40 દર્દીઓનું મોત નિપજ્યું હતું.

PK 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %