Home» Religion» Pilgrimage & Festival» Muslim family start preparation for tulsi vivah at vadodara city

તુલસી વિવાહની તૈયારીમાં મુસ્લિમ પરિવાર...

જીજીએન ટીમ દ્વારા | November 13, 2013, 12:38 PM IST

વડોદરા : તુલસી વિવાહની તૈયારીઓ વડોદરા શહેરમાં ધામધૂમથી શરૂ થઇ હતી. આમ તો રાજ્યમાં ઠેર-ઠેર તુલસી વિવાહની પરંપરા જોવા મળે છે. પરંતુ આપણે અહી શહેરના એક કોમીએકતા દર્શાવતા તુલસી વિવાહની વાત કરી રહ્યાં છીએ. જેમાં વર્ષોથી મુસ્લિમ પરિવાર તુલસીજી દેખરેખ કરી રહ્યાં છે. જેના કારણે આ અનોખા નરહરિના લગ્નની વાત છે.

નર અને સિંહની રૂપ ધારણ કરેલા ભગવાન નરસિંહજીના લગ્ન પૂનમના દિવસે થશે. આ તુલસી વિવાહની પરંપરા વડોદરામાં વર્ષોથી થાય છે. જેમાં માંડવી સ્થિત નરસિંહ ભગવાન બેન્ડ-બાજા સાથે તુલસી વાડી સ્થિત તુલસી માતાને પરણવા આવશે. વડોદરાના આ વિવાહનું મહત્વ ઘણું છે અને આ લગ્નની દરેક વિધિ ધામ-ધૂમથી ઊજવામાં આવે છે. સગાઇથી શરુ થયેલ વિધિ જે તમામ લગ્નની રશ્મ પૂરી કરશે. જેમાં ભગવાન જાન લઇ તુલસીજી ને પરણવા જશે અને તેમને પરણીને મંદિર લાવશે. 17 મી તારીખે આ વિવાહ થશે.  છોકરી પક્ષ એટલે કે તુલસીજી ને ત્યાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.  રોગનથી લઇ તમામ તૈયારી શરુ થઇ ગઈ છે. આ વિવાહની બીજી ખાસ વાત જોઈએ તો એ છે કે આ વિવાહમાં કન્યા પક્ષ તરીકે એક મુસ્લિમ પરિવાર છે. જેવાર પરિવાર આખું વર્ષ આ તુલસીજીની જાળવણી કરે છે અને આ વિવાહમાં કન્યા પક્ષની તમામ જવાબદારીઓ સ્વીકારે છે.

વર્ષો થી આ પરંપરા ચાલે છે અને આજે આ પરંપરા આ પરિવારના અબ્દુલ સલામ નામના મોટા દીકરા કરે છે. અબ્દુલ કહે છે કે આ લગ્નમાં અમે કન્યા પક્ષથી છીએ અને અમે સંપૂર્ણ તૈયારી કરીએ છે. તેઓનું કહેવું છે કે અમે તો એજ સંદેશ આપવા માંગીએ છે સર્વે એ પ્રેમ ભાવથી રેહેવું જોઈએ. એક તરફ જ્યા ધર્મથી લોકો વેહેંચાઈ રહ્યા છે ત્યારે આવા કિસ્સો સમાજને એક કરવાનું કામ કરે છે.

MS/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %