(ફાઈલ ફોટો)
કોલકત્તા :કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દેશના સૌથી લોકપ્રિય મહિલા નેતા છે અને બીજા નંબર પર ભારતીય જનતા પાર્ટીના સુષ્મા સ્વરાજ છે. વેબ પોર્ટલ શાદી ડૉટ કોમ દ્વારા કરાવામાં આવેલા સર્વે મુજબ મહિલાઓમાં સર્વાધિક પસંદગી અને લોકપ્રિય નેતાના રૂપમાં સોનિયા ગાંધીને સૌથી વધારે 36.2 ટકા વોટ મળ્યા, જ્યારે ભાજપના નેતા સુષ્મા સ્વરાજને 33.6 ટકા લોકોએ પસંદ કરીને બીજા સ્થાન પર રાખ્યા છે.
જો કોર્પોરેટ પરિવાર વાત કરીએ તો નીતા અંબાણીને સૌથી વધારે પસંદગી મળી છે. તેમને 35.6 ટકા મત મળ્યા, જ્યારે કિરણ મજૂમદાર શૉ 33.03 ટકાની સાથે બીજા લોકપ્રિય મહિલા વ્યવસાયિકમાં આવી છે. ફિલ્મી દુનિયામાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પહેલા સ્થાન પર, એશ્વર્યા રાય બચ્ચ બીજા સ્થાન પર, માધુરી દીક્ષિત ત્રીજા સ્થાન પર અને કાજોલ ચોથા સ્થાન પર રહીં. ખેલ જગતમાં મેરી કોમ પહેલા સ્થાન પર રહી. જ્યારે સાયના નેહવાલ બીજા અને સાનિયા મિર્જા ત્રીજા સ્થાન પર રહીં.
પોર્ટલના મુખ્ય સંચાલન અધિકારી ગૌરવ રક્ષિતે કહ્યું કે આ સર્વે ઘર, પરિવારને સાથે રાખતાં પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવનાર લોકોની પસંદગી મહિલા હસ્તિઓની યાદી તૈયાર કરવા માટે કરાઈ હતી.
PK
Reader's Feedback: