Home» Social Media » Net-Surfing» Most most search celebrity in india says google

ભારતમાં નેટ પર મોદી સૌથી વધુ સર્ચ થયાઃ ગૂગલ

એન્જસી | April 25, 2014, 01:30 PM IST

નવી દિલ્હી :
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌથી વધુ ઓનલાઈન સર્ચ થતાં વ્યક્તિ છે. આ વાત બીજા કોઈએ નહીં પરંતુ વિશ્વના નંબર વન સર્ચ એન્જિન ગૂગલ દ્વારા કહેવામાં આવી છે. મોદી બાદ આમ આદમી પાર્ટીના વડા દેશમાં બીજા નંબરે સર્ચ થાય છે.
 
ગૂગલ દ્વારા મહારાષ્ટ્રમાં કરવામાં આવેલા સર્વેક્ષણ પ્રમાણે મોદી ઈન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ કરાયા હતા. જે બાદ કેજરીવાલનો નંબર આવતો હતો. આ સર્વેક્ષણ 90 દિવસ સુધી કરવામાં આવ્યો હતો. જેની સમાપ્તિ ગત સપ્તાહે થઈ હતી.
 
સર્વેક્ષણ પ્રમાણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે તથા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કેજરીવાલ કરતાં પાછળ છે. શિવસેનાના સ્વર્ગીય પ્રમુખ બાલ ઠાકરેને પણ ઓનલાઈન સર્ચ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું પ્રમાણ આ નેતા જેટલું નહોતું.  
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %