Home» Business» International Trade» Manmohan singh leaves for durban to attend brics summit

બ્રિક્સ સંમેલનમાં વિકાસ પર ભાર મુકાશે

IANS | March 25, 2013, 01:22 PM IST

નવી દિલ્હી :

વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની રાજધાની ડરબનમાં યોજાનારા બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન તથા દક્ષિણ આફ્રિકા)ના પાંચમા શિખર સંમેલનમાં તેઓ વિકાસને પુર્નસ્થાપિત કરવા, આર્થિક સ્થિરતા અને રોકાણ વધારવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકશે.

ડરબન રવાના થતાં પહેલાં વડાપ્રધાને કહ્યું હતું કે તેઓને આશા છે કે બ્રિક્સ દેશોના નેતાઓની સાથે તેમની વિવિધ મુદ્દાઓ પર વાતચીત થશે. તેઓએ કહ્યું હતું કે એવા સમયમાં કે જેમાં સમગ્ર દુનિયા અનેક પડકારોનો સામનો કરી રહી છે ત્યારે ડરબન શિખર સંમેલન બ્રિક્સ દેશોને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પરસ્પર સામંજસ્ય કેળવવાની તક પ્રદાન કરે છે.

વડાપ્રધાને કહ્યું હતું કે અમે વૈશ્વિક વિકાસ પુનર્જીવિત કરવા તથા આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવાના ઉપાયો અને બુનિયાદી સંરચના તથા સતત વિકાસમાં રોકાણ વધારવાના ઉપાયો વિશે પણ ચર્ચાવિચારણા કરીશું.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %