સામાન્ય રીતે લોથલ એ હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે. જે આ સમયના વિકાસ અને ઈતિહાસ ઉપર સારો એવો પ્રકાશ પાડે છે. આ સમયનાં બાંધકામની પ્રવૃત્તિના પાંચ ઉત્તરોત્તર તબક્કા અહીં જોવા મળ્યાં છે.
હડપ્પીય મૃત્પાત્ર અને અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લોકોનું સહ-અસ્તિત્વ હશે. જેમાં પાછળના લોકો ક્રમશઃ પોતાનું વ્યક્તિત્વ ગુમાવતાં જતાં હશે. સૌરાષ્ટ્રમાંની સિંધુ સભ્યતાનું બીજું નોંધપાત્ર લક્ષણ સ્થાનિક અને હડપ્પીય સંસ્કૃતિના સહમિશ્રણમાંથી ઉદ્દભવતી તેમની પ્રાદેશિક લાક્ષણિકતા છે. લોથલમાં આવતાં જ હડપ્પીય લોકોએ પોતાના પાષાણ(પથ્થર)ના અને ધાતુના ઉચ્ચકક્ષાનાં ઓજારપ્રચારમાં અને વ્યવહારમાં મૂક્યા. ઉપરાંત સમુદ્રમાર્ગીય વાણિજ્ય-વ્યવહાર શરૂ કર્યો.
નળાકાર, ઘડા ઘાટના અને કાપાવાળી કિનારીવાળું મોટું વાસણ, સાંકડા કાંઠલાવાળો ગોળમટોળ કળશ, જામ, લાંબો પ્યાલો, કથરોટ સંચ્છિદ્ર કાણાવાળો પ્યાલો અને સીધી દીવાલની મોટી કોઠીઓ જેવા સિંધુ-ખીણના કુંભાર-કામના તમામ પ્રકારનાં વાસણો ઉપયોગમાં લેવામાં આવેલાં જણાય છે. ત્યારબાદ સમયાંતરે હાથાવાળા અને હાથાવિનાના બર્હિર્ગોળ બાજુવાળા વાટકાઓની હડપ્પીય ઘડતરમાં નકલ કરવામાં આવેલી જણાય છે. જેનો રંગ લાલથી લઈ બદામી સુધીના જોવા મળે છે.
સિંધુ ખીણની સભ્યતાની બાબતમાં શહેરોમાં મકાનોની અંદર સુવિધાઓ બધા પાસે સરખી હતી. ગંદા પાણીને નિકાલ કરવા માટે નીક દ્વારા જાહેર મોરીની સાથે જોડવામાં આવતું અને નીચલા નગરથી અલગ તારવવા માટે ઉપરકોટની સંજ્ઞા આપવામાં આવી હશે.
સમયાંતરે લાંબી સમાંતર આયાત કરેલાં ચર્ટ પથ્થરમાંથી બનાવેલી પતરીઓ પણ મળી આવી છે. ઉપરાંત શેલખડીની ચોરસ મુદ્રાઓ ઉપરાંત ભાલાના ફણાં, આંકડીદાર ફણાં, માછલીના ગલ, તાંબા કે કાંસાની નાકાવાળી સોયો પણ અહીંથી મળી આવી છે. સમયાંતરે વાણિજ્ય વ્યવહાર વ્યવસ્થિત કરવાનો પ્રયાસ થયો હશે જેમાં તોલ અને માપ નિયમ અનુસાર કરવામાં આવ્યાં હશે. સમય જતાં ધાતુના ઓજારની માંગ વધતાં લોથલમાં તામ્રકારો સારી એવી સંખ્યામાં આવ્યા હશે. આ લોકો શરૂઆતમાં સુધારા-વધારા કરવામાં એટલા બધા સફળ થયા હોય તેવું જણાતું નથી. નગરનું પદ્ધતિપૂર્વકનું આયોજન, ખૂબ જ સારી નાગરિક સુવિધાઓ, ક્યાંક નીક તો ક્યાંક ખાડી, કોઠી દાખલ કરી હોવા છતાં જાહેર સ્વચ્છતા નબળી હશે એવું જણાયું છે. એટલે કે આ સમયે હુન્નરવિદ્યાનો સારો એવો વિકાસ કર્યો હોવા છતાં નગર આયોજનોને જોઈએ એટલી સફળતા આ તબક્કામાં મળી નહોતી.
બીજા તબક્કામાં(ઈ.પૂ. 2350 થી 2200) સિંધુ ખીણની સભ્યતાની બાબતમાં શહેરોમાં મકાનોની અંદર સુવિધાઓ બધા પાસે સરખી હતી. ગંદા પાણીને નિકાલ કરવા માટે નીક દ્વારા જાહેર મોરીની સાથે જોડવામાં આવતું અને નીચલા નગરથી અલગ તારવવા માટે ઉપરકોટની સંજ્ઞા આપવામાં આવી હશે. નગરના દક્ષિણ વિભાગમાં પીઠિકાઓના સૌથી ભવ્ય સમૂહ પર બાંધવામાં આવેલાં વિશાળ મકાનોમાં રાજ્યકર્તા અને પદાધિકારીઓ રહેતાં હશે. નીચલા નગરમાં બધાં કારખાનાં અને રહેણાકનાં મકાનો જુદી-જુદી ઊંચાઈવાળી પીઠિકાઓ ઉપર આવેલાં હશે એવું આધારો દ્વારા જણાયું છે.
દુકાનોની હારમાળા ધરાવતું બજાર નગરતળની ઉત્તર કિનારી સુધી લંબાયેલું હતું. અહીંના કાળજીપૂર્વકના આયોજનને બાજુએ રાખીને પણ કહી શકાય છે કે અહીંના લોકોએ સિંધુ સભ્યતાને સમૃદ્ધ કરવામાં નવું મહત્વનું કાર્ય કર્યું હશે. લોથલના બંદરે આવતાં વહાણોને લાંગરવાની વધુ સારી સગવડ કરી આપવા માટે ગટ્ટ(દીવાલો)નો કૃત્રિમ ધક્કો તૈયાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત માલસામાન સંગ્રહ કરવાની સગવડ માટેની માંગને ધ્યાનમાં રાખી વખારોની વ્યવસ્થા કરવામાં આવી હશે. બંને પ્રકારની રચના ખૂબ જ શાસ્ત્રીય પદ્ધતિએ આયોજિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે અહીંના લોકો આ રીતે ધક્કો બનાવવાની ઇજનેરી વિદ્યામાં અગ્રેસર હશે તેવું સ્પષ્ટ જણાય છે.
ભૌતિક સમૃદ્ધિની વૃદ્ધિ સાથે લોકોની કળા, કૌશલ્યનો પણ સારો એવો વિકાસ થયો હતો. જેના કારણે સિંધુ શૈલીના કેટલાંય માટીનાં વાસણોના અવશેષો મળી આવ્યાં હતાં. અહીંના કુંભકારોએ વાસ્તવિકતા, સત્વ અને જોમ માટે જાણીતી ચિત્રણની નવી શૈલી દાખલ કરીને મૌલિકતા દર્શાવેલી જેને પ્રાંતિય શૈલી કહેવામાં આવે છે.
ભૌતિક સમૃદ્ધિની વૃદ્ધિ સાથે લોકોની કળા, કૌશલ્યનો પણ સારો એવો વિકાસ થયો હતો. જેના કારણે સિંધુ શૈલીના કેટલાંય માટીનાં વાસણોના અવશેષો મળી આવ્યાં હતાં. અહીંના કુંભકારોએ વાસ્તવિકતા, સત્વ અને જોમ માટે જાણીતી ચિત્રણની નવી શૈલી દાખલ કરીને મૌલિકતા દર્શાવેલી જેને પ્રાંતિય શૈલી કહેવામાં આવે છે. તેમણે પોતાના વિષય માટે લોકવાર્તાઓ અને એના પ્રાકૃતિક સંયોજનમાં ભૂમિદૃશ્યો ખાસ કરીને "પ્રાણીઓ" પણ પસંદ કર્યાં હતાં. મોજશોખની વસ્તુઓ અને કલાશૈલી ધરાવતી વસ્તુઓની માંગ પણ વધતી જતી હશે તેવું જણાય છે. જેમાં ચિત્રિત વાસણો, પકવેલી માટીની અને ધાતુની પૂતળીઓ ઊંડી કોતરેલી સેલખડીની મુદ્રાઓ અને છીપ અને હાથીદાંતની જડતરકલા પણ અસ્તિત્વમાં હોવાનું જણાય છે.
આ સમયે સમુદ્રપારનો વેપાર ક્રમશઃ વધતો રહ્યો હશે, જે તેમના દ્વારા બાંધેલો ધક્કો અને વખારના અવશેષો પરથી ખ્યાલ આવે છે. ઉપરાંત વિદેશી કિંમતી પથ્થરો ચર્ટ, સેલમડી સોનું અને તાંબા, જેવા કાચા માલમાંથી બનાવેલાં ઓજારો ઘરેણાઓ મોટી સંખ્યામાં મળ્યાં છે. એટલે આ પરથી વિદેશી વ્યાપાર- વ્યવસાયનો ખ્યાલ મજબૂત બન્યો છે. આ માલસામાન પશ્ચિમ એશિયા, દૂર દક્ષિણમાંથી અને નાઈલ નદીના ખીણપ્રદેશમાંથી નાની-નાની વસ્તુમાં "મમી" ગોરિલ્લના પકવેલા માટીના અવશેષો પણ મળ્યાં છે. લોથલમાંથી મળેલ ઈરાનના અખાતમાં ઉદભવેલ સેલખડીની ગોળાકાર મુદ્રા, બહેરીનના ટાપુઓ અને સૌરાષ્ટ્ર વચ્ચેના વેપારની સાબિતી પૂરી પાડે છે. ઉપરાંત સુમેરનાં બંદરોમાં જઈ આવેલાં લોથલના વેપારીઓ પોતાની સાથે વિંધવાળા ભિન્ન-ભિન્ન પ્રકારના સોનાના મણકા ઉપરાંત યુક્રેટીસ-તૈગ્રિસની ખીણમાં વ્યાપક થયેલી આરક્ષિત લેપન-મૃત્પાત્ર(reserve slip wear)ની હુન્નરશૈલીથી સુશોભિત કરેલાં મૃત્પાત્ર લાવ્યાં હતાં.
(લોથલ અંગે વધુ માહિતિ આવતાં લેખમાં...)
KN / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: