ગુજરાતના પ્રાચીન તીર્થો અંગે હવેની લેખમાળામાં રસપ્રદ માહિતી મેળવીશું.
પ્રભાસતીર્થ
પ્રભાસતીર્થ વિશે સાહિત્યિક ઉલ્લેખ મહાભારતના આદિપર્વમાં જાણવા મળે છે. જ્યારે અર્જુન વનવાસમાં હતો ત્યારે તે તીર્થો કરતો હતો. અને ‘અપરાંત’ના તીર્થ પતાવી તે પશ્ચિમ સમુદ્રમાં પાસે આવેલા પ્રભાસમાં ગયો હતો. ત્યાં શ્રીકૃષ્ણ તેને મળવા માટે આવ્યા હતા. આ શ્રીકૃષ્ણ અને અર્જુન રૈવતક ગિરિ ઉપર વિશ્રામ માટે ગયા હતા. ત્યાંથી દ્વારકા જઈ દ્વારકામાંથી નજીકના રૈવતક ગિરિ ઉપર દેવીપૂજન માટે આવેલી સુભદ્રાનુ અર્જુન હરણ કરી ગયો હતો. આરણ્યકપર્વમાં પણ તીર્થયાત્રામાં સુરાષ્ટ્રમાંના પુણ્ય આયતન બતાવતા. ‘ચમસોન્મજ્જન’ ઉદધિતીર્થ પ્રભાસ ‘પિંડારકતીર્થ’, ‘ઉજજ્યંત ગિરિ’ અને ‘દ્વારકા’નો ઉલ્લેખ કરેલો છે. મહાભારતમાં મૌસલપર્વમાં યાદવોના અંદરો-અંદર થયેલા સંહારના કથાનકમાંનો ઉલ્લેખ નોંધપાત્ર જણાય છે. શલ્યપર્વમાં સોમચંદ્રનો સંબંધ જોવા મળે છે. જ્યાં ક્ષયરોગથી પીડાતાં ચંદ્રને પ્રભાસમાં શાપમાંથી નિવૃત્તિ થઇ હતી એમ કહેવામાં આવ્યું છે. ભાગવત પુરાણમાં પ્રભાસ અને પશ્ચિમી સરસ્વતીનો સંબંધ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યો છે. ઋગ્વેદમાં ખિલસૂકતોમાં ‘પ્રાચી સરસ્વતી’ અને સોમેશ્વર વિશે નિર્દેશ કરેલો છે. સ્કંદપુરાણમાં ઉલ્લેખ આવે છે કે ભૈરવરૂપે શિવજી પ્રભાસક્ષેત્રમાં વસ્યા હતા. આ ઉપરાંત સ્કંદપુરાણમાં તો એનો સાતમો ખંડ પ્રભાસખંડ તરીકે આપી એ શરૂના અધ્યાયોમાં પ્રભાસક્ષેત્ર મહાત્મ્ય બાંધે છે. આના પછી વસ્ત્રાપથક્ષેત્રમાહાત્મ્ય ત્રીજું અર્બુદખંડ-માહાત્મ્ય અને ચોથું દ્વારકા-માહાત્મ્ય આવે છે. સ્કંદપુરાણમાં આ ખંડમાં પ્રભાસ ક્ષેત્રમાં આવેલાં અનેક દેવાલયો અને નાનામાં નાનાં તીર્થસ્થાનોનું પણ ખૂબ ઝીણવટથી સ્થાન નિર્દેશાત્મક નિરૂપણ મળે છે.
જૈનસાહિત્યમાં જોઈએ તો પ્રભાસક્ષેત્રનો પરિચય પ્રબંધચિંતામણીમાં આપવામાં આવ્યો છે. જ્યાં એને સરસ્વતી નદીના આશ્લેષમાં તત્પર લવણજલમાં પ્રણય કરનારું ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. આ ગ્રંથમાં શ્રીપત્તનમાં પ્રભાસક્ષેત્રમાં ચંદ્રપ્રભને વસ્તુપાલે પ્રણીપત કર્યાનું કહ્યું છે. પુરાતન પ્રબંધસંગ્રહમાં ‘પ્રભાસ’નો તીર્થ તરીકે ચાર સ્થળે નિર્દેશ થયેલો સંગ્રહાયો છે. જેમાં ત્રીજા ઉલ્લેખમાં ‘સરસ્વતી’ નદીનો સંબંધ પણ સૂચિત છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લામાં ‘પ્રભાસ પાટણ’, ‘સોમનાથ-પાટણ’ નગર એ એમાં હિંદુઓ માટે સોમનાથ મહાદેવનું તીર્થસ્થાન જૈનોને માટે ‘ચંદ્રપ્રભ’નું મુખ્ય દેરાસર, નગરથી ૨ કિ.મી. પૂર્વ દિશાએ હીરણ અને સરસ્વતીનો સાગર સંગમ ઉપરનું ત્રિવેણી તીર્થ, બંને એની ઉપરના ઉત્તરભાગે શ્રીકૃષ્ણનું દેહોત્સર્ગનું સ્થાન અને તીર્થનું સ્થાન લાંબા સમયથી જાળવી રાખ્યું છે. આમ, પ્રભાસ ક્ષેત્રતીર્થ વિશે પ્રાચીન સમયથી જુદા-જુદા સાહિત્યિક ઉલ્લેખોના આધારે ખ્યાલ આવી શકે છે.
ચમસોન્મજ્જન-ચમસોદ્દભેદ
આ તીર્થ મહાભારતના આરણ્યક પર્વમાં પ્રભાસની નજીક હોય એવી ચમસોન્મજ્જન પાઠાંતરથી ‘ચમસોદ્દભેદ’ તીર્થ નોંધાયેલું છે. શલ્યપર્વમાં પણ પ્રભાસની નજીક ‘ચમસોદ્દભેદ’ તીર્થ પણ કહ્યું છે. બીજા સાહિત્યિક ઉલ્લેખો જોઈએ તો ખ્યાલ આવે કે સ્કંદપુરાણના સમયમાં પ્રભાસક્ષેત્રના અંગતતીર્થ તરીકે કહેવામાં આવ્યું છે. શલ્યપર્વમાં પ્રભાસ અને ચમસોદ્દભેદ તીર્થોનો ‘સરસ્વતી તીર્થ’માં સમાવેશ કરવામાં આવ્યો છે. આરણ્યક પર્વમાં ‘ચમસોદ્દભેદ’તીર્થ કહ્યું છે. ત્યાં સરસ્વતી નદીનો સંબંધ છે. કચ્છના રણમાં સરસ્વતી લુપ્ત થઇ જાય છે. ત્યાં એ તીર્થો હોય અને પ્રભાસમાં ‘સરસ્વતી’ સંજ્ઞક નદી અસ્તિત્વમાં આવતાં ત્યાં પણ એમનું ચમસોદ્દભેદ-ચમસોન્મજ્જન કહેવામાં આવ્યું હોય. આમ, ચમસોન્મજ્જન- ચમસોદ્દભેદ તીર્થો વિષે જુદા-જુદા ઉલ્લેખો સાહિત્યોમાં જોવામાં આવ્યા છે.
પિંડારક
પિંડારકતીર્થ એ મહાભારતના આરણ્યક પર્વમાં સૌરાષ્ટ્રમાં દર્શાવવામાં આવ્યું છે. આરણ્યકપર્વ ‘પિંડારક’ની એક વિશિષ્ટતા નોંધે છે કે ત્રિશુલનું ચિહન હોય એવા પદ્મોનાં લક્ષણોવાળી મુદ્રાઓ ત્યાં મળે છે. આજનું પિંડારકતીર્થ તો સૌરાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમે કચ્છના અખાતના દક્ષિણકાંઠા ઉપર, આજની દ્વારકાથી પૂર્વે અઠ્ઠાવીસેક(૨૮) કિ.મી. દૂર કચ્છના અખાતને છેડે લગભગ આવેલ શંખોદ્વાર બેટની બરોબર સામે એમ એની દક્ષિણમાં આવેલું છે. વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં તથા હરિવંશના પ્રક્ષિપ્ત ભાગમાં એ સમુદ્રતટ નિર્દેશાયું છે. હરિવંશના એકબીજા નિર્દેશપ્રમાણે તો એ યાદવકુમારનું અવારનવાર ખેલવા આવવાનું જલક્રીડાનું સ્થાન હતું. પિંડારકતીર્થનું માહાત્મ્ય અનુસાર પર્વ પણ સૂચવ્યું છે. મહાભારતના ઉપર બનાવેલા બે નિર્દેશોમાં એકમાં પ્રભાસ અને ઉજજ્યંતગિરિ વચ્ચે બતાવાયું છે તો બીજામાં દ્વારાવતી અને સિંધુ સમુદ્રસંગમ વચ્ચે બતાવ્યું છે. પહેલા ક્રમમાં પ્રભાસ અને ઉજ્જયંતગિરિના અંતરાલના પ્રદેશોમાં પૂર્વ દિશાએ કૃત્રિમ પ્રાચીતીર્થને માનવામાં આવે છે. એના કરતાં પશ્ચિમ દિશાએ માંગરોળ-સોરઠની પૂર્વ ઉપર સૂચવેલા પદ્મકુંડવાળા તીર્થને કહેવામાં આવે તો, ત્યાં પેલા પદ્માંકિત અશ્મિવશેષ મળતા હોઈ, વધુ સંગત થઇ રહે. આજે પણ આસપાસનાં ગામડાઓમાંથી શ્રાદ્ધકર્મ કરવા લોકો ત્યાં આવે છે. તો એ વિહારભૂમિ પણ છે જ. ભાગવતપુરાણમાં નારાયણ કવચમાં ‘પ્રાચી સરસ્વતી’ કહેવામાં આવી છે.
KN / KP
ગુજરાતના પ્રાચીન ક્ષેત્ર અને તીર્થ
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.38 % |
નાં. હારી જશે. | 18.99 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: