Home» Women» Working Women» Iran bans women from college

ઈરાની મહિલાઓ કોલેજ નહીં જઈ શકે

IANS | August 22, 2012, 04:19 PM IST

તહેરાન :

ઈરાનમાં મહિલાઓ માટે શિક્ષણ પ્રાપ્ત કરવું હવે મુશ્કેલ થઈ ગયું છે જ્યારે દેશની 36 યુનિવર્સિટીઓએ 77 અભ્યાસક્રમોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ આ સમાચાર અંગે ચિંતા વ્યક્ત કરતાં ઈરાનને મહિલા અધિકારોની રક્ષા કરવા કહ્યું છે.

અમેરિકન વિદેશમંત્રાલયના પ્રવક્તા વિક્ટોરિયા ન્યુલેન્ડે કહ્યું હતું કે આ નિર્ણય ઈરાનમાં મહિલાઓના દમનનું પ્રતીક છે. મહિલાઓએ છેલ્લા એક દાયકામાં યુનિવર્સિટીઓમાં પ્રવેશના મામલે પુરુષોને પાછળ રાખી દીધા હતા. આ નિર્ણયથી ઈરાની મહિલાઓને રોજગારી મેળવવામાં વધુ તકલીફનો સામનો કરવો પડશે.

ન્યુલેન્ડે જણાવ્યું હતું કે અનેક વિશ્વવિદ્યાલયોના ડીને આ નિર્ણયને યોગ્ય ગણાવતાં એમ કહ્યું હતું કે અનેક અભ્યાક્રમો પુરુષોની પ્રવૃત્તિઓ અંગેના છે અને મહિલાઓ માટે તે યોગ્ય નથી.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %