Home» Sports» Cricket» Ipl 7 mumbai eagar to open account

IPL: આજે મુંબઈ જીતનું ખાતું ખોલવશે!

એજન્સી | April 30, 2014, 05:39 PM IST

દુબઈ :
આઈપીએલની ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ખબર પણ નહીં હોય કે આઈપીએલ 7માં તેમણે એક જીત મેળવવા માટે આટલો બધો સમય રાહ જોવી પડશે. એક બાજુ પંજાબ અત્યાર સુધીની પાંચેય મેચ જીતી ચૂકી છે. 
 
ટૂર્નામેન્ટમાં દુબઈમાં આજે સનરાઈઝ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો થશે. આ વખતે મુંબઈનો ઈરાદો જીત મેળવીને દુબઈમાંથી વિદાય લેવાનો હશે. આજે મુંબઈના કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસ પણ છે. તેથી તે પણ પોતાની ટીમને જીતની ભેટ આપી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ થશે.
 
મુંબઈ ઈન્ડિયન્સ તેની આખરી મેચ દિલ્હી ડેરડેવિલ્સ સામે હાર્યું હતું, જે તેની આઈપીએલમાં ચોથી હાર હતી. જ્યારે હૈદરાબાદની સ્થિતિ મુંબઈ કરતા થોડી સારી છે અને તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને આખરી મેચમાં હરાવ્યું હતું. પોતાનું ખાતું ખોલવાની પ્રતિક્ષા કરી રહેલું મુંબઈ ટેબલ પોઈન્ટમાં પણ અંતિમ સ્થાને છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ એક જીત અને ચાર હાર સાથે સાતમાં નંબરે છે.
 
મુંબઈ પાસે કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત કોરી એન્ડરસન, માઈક હસી, અંબાતી રાયડુ અને કેરોન પોલાર્ડ જેવા ધરખમ બેટ્સમેનો હોવા છતાં ટીમનો દેખાવ કંગાળ રહ્યો છે અને જીત મેળવવા થનગની રહી છે. બીજી બાજુ હૈદરાબાદ પાસે વિશ્વનો દિગ્ગજ બેટ્સમેન ડેલ સ્ટેન, ભુવનેશ્વર કુમાર, લેગ સ્પીનર અમિત મિશ્રા અને ઈશાંત શર્માનું બોલિંગ આક્રમણ હોવા છતાં તેઓ વિરોધી ટીમને તંબુ ભેગી કરવામાં સફળ રહ્યા નથી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %