Home» Interview» Entertainment» Interview of vahida rehman

“ગાઈડ”ની રિમેકમાં વિદ્યા શોભશેઃ વહીદા

IANS | July 25, 2012, 05:25 PM IST

મુંબઈ :

“પ્યાસા”, ગાઈડ”, “તીસરી કસમ” જેવી ફિલ્મોમાં ભૂમિકા નિભાવનાર વહીદા રહેમાનને એવા કેટલાક રોલ અંગે અફસોસ છે જે તે કરી શકી નહોતી. આઈએએનએસ સાથેની વહીદા રહેમાનની ખાસ વાતચીતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છેઃ


પ્રશ્નઃ આપે કરેલાં કેટલાક રોલ વિશે જણાવશો?

વહીદાઃ મેં અનેક ફિલ્મોમાં કામ કર્યું અને અનેક ઉત્કૃષ્ટ ભૂમિકાઓ પણ ભજવી છે પરંતુ હું તમને કહીશ કે મને એવા કેટલાક રોલ યાદ છે કે જેમાં મેં કામ નથી કર્યું અને તેનો મને અફસોસ છે. 1974માં શ્યામ બેનેગલ દ્વારા નિર્મિત ફિલ્મ “અંકુર”માં અભિનય ન આપ્યાનો અફસોસ મને હંમેશાં રહેશે.

----------------------------------------------------------------------------------------------------------

પ્રશ્નઃ તમારી પસંદગીની ફિલ્મ કઈ છે?

વહીદાઃ 1975માં બનેલી ફિલ્મ “ગાઈડ” મારી સૌથી વધુ પસંદગીની ફિલ્મ છે. આ જ ફિલ્મે મને મારા જીવનનો પ્રથમ ઍવોર્ડ પણ અપાવ્યો હતો. મને આશા નહોતી કે મને ઍવોર્ડ મળશે કારણ કે લોકો એવું માનતા હતા કે આ ફિલ્મમાં મારા રોલ સાથે કોઈને સહાનુભૂતિ નહોતી અને એ સમયે તો એવા જ રોલ પસંદ કરવામાં આવતા હતા જેને નિહાળીને દયા આવી જાય. તેથી જ્યારે મને ઍવોર્ડ મળ્યો તો મને ખૂબ નવાઈ લાગી હતી.

----------------------------------------------------------------------------------------------------------

પ્રશ્નઃ ગાઈડની રિમેક બનાવવા અંગે કંઈ કહેશો?

વહીદાઃ મને લાગે છે કે જો આ ફિલ્મની રિમેક બને તો હું રોઝીની ભૂમિકામાં આજની હિરોઈન વિદ્યા બાલનને જોવા ઈચ્છીશ કેમ કે તે એક સારી એક્ટ્રેસ અને સારી ડાન્સર પણ છે.

----------------------------------------------------------------------------------------------------------

પ્રશ્નઃ આજની ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે આપના વિચારો જણાવશો?

વહીદાઃ ભારતીય સિનેમા માટે આજનો સમય ખૂબ સારો છે. આજનો દર્શક મૅચ્યોર બન્યો છે. એટલું જ નહીં કલાકાર અને ફિલ્મકાર પણ અનુભવી બન્યાં છે. તેથી જ આજે દરેક પ્રકારની ફિલ્મો બની રહી છે. અગુ દાદા સાહેબ ફાળકેની ફિલ્મોમાં તો સ્ત્રીઓની ભૂમિકા પણ પુરુષો જ ભજવતા હતા. જ્યારે હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.”

----------------------------------------------------------------------------------------------------------

પ્રશ્નઃ આપની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ ફિલ્મનિર્માતા કોણ છે?

વહીદાઃ મારી દ્રષ્ટિએ ગુરુ દત્તની ફિલ્મોનો કોઈ જવાબ નથી પરંતુ મારા હિસાબે સત્યજિત રૅ ખરેખર જિનિયસ ફિલ્મનિર્માતા હતા. હું તેમના પછી તરત ગુરુ દત્તસાહેબનું નામ લઈશ કે જેમનું કામ મને હંમેશાં આશ્ચર્યચક્તિ કરતું હતું.


JD / YS /AP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots