Home» Sports» Olympic» International olympic committee suspends india

ભારતીય ઓલિમ્પિક સંઘ સસ્પેન્ડ

IANS | December 04, 2012, 07:10 PM IST

લુસાને :

પ્રાપ્ત થતાં મીડિયા અહેવાલો અનુસાર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ભારતની રાષ્ટ્રીય ઓલિમ્પિક સંસ્થાને સસ્પેન્ડ કરી દીધી છે. આ માહિતીની જાણકારી ધરાવતાં બે અધિકારીઓના હવાલે આ મીડિયા રિપોર્ટસ મળ્યા છે.

5 ડિસેમ્બરે થનારી ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)ની ચૂંટણીના એક દિવસ અગાઉ આઈઓસી દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

મીડિયા અહેવાલ પ્રમાણે આઈઓસીના કાર્યકારી બોર્ડે મંગળવારે પ્રતિબંધ લગાવ્યો જ્યારે આઈઓએ વૈશ્વિક સંસ્થાનો એ નિર્દેશ માનવામાં નિષ્ફળ રહી કે તેની 5 ડિસેમ્બરે થનારી ચૂંટણી ઓલિમ્પિક ચાર્ટર પ્રમાણે થાય.

આઈઓસી સતત આઈઓએને કહી રહ્યું હતું કે તે પોતાના બંધારણ અને ઓલિમ્પિક ચાર્ટરને અનુસરે તથા ચૂંટણી માટે સરકારની ખેલ સંહિતા પર ન ચાલે. સસ્પેન્ડ થયા બાદ આઈઓએને આઈઓસી દ્વારા મળતું ફંડ અટકી જશે અને તેના અધિકારીઓને ઓલિમ્પિક બેઠકો અને સ્પર્ધાઓમાં સામેલ થવા માટે પ્રતિબંધ રહેશે. ભારતીય એથ્લેટોને સ્પર્ધાઓમાં રાષ્ટ્ર ધ્વજ હેઠળ ભાગ લેવા અંગે પણ પ્રતિબંધ રહેશે.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %