Home» Sports» Hockey» India men beat malasia in asian champions tophy hockey

ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે મલેશિયાને હરાવ્યું

એજન્સી | November 09, 2013, 03:53 PM IST

કાકામિગાહારા :

યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય મેન્સ હોકી ટીમે અહી રમાયેલ ત્રીજી એશિયાઇ ચેમ્પિયન ટ્રોફીની લીગની અંતિમ મેચમાં મલેશિયાને 4-3થી પરાજય આપ્યો છે. ભારતે આજની રમાયેલ મેચમાં આક્રમક રમત દાખવી હતી અને મેચમાં શરૂઆતથી જ પકડ મજબુત કરી લીધી હતી. 

 
ભારત તરથી રમનદીપ સિંહે પહેલો ગોલ ચોથી મિનીટમાં કરી ટીમને સરસાઇ અપાવી દીધી હતી. જો કે ત્યાર મલેશિયાના નાસિરે 10મી મિનીટમાં ગોલ કરી બરાબરી કરી લીધી હતી. ત્યાર બાદ મલેશિયાના સારીએ ગોલ કરી ટીમને 2-1ની સરસાઇ અપાવી હતી. મલિશિયાએ મેચના મધ્ય ભાગ સુદી સરસાઇ રાખી હતી. ભારત તરફથી મધ્યાંતર બાદ આક્રમક વલણ અપનાવતાં મલક સિંહે 41 તેમજ 51મી મિનીટમાં બે ગોલ કરી ટીમને 3-2થી આગળ કરી દીધી હતી. તેના પછી મંદીપ સિંહે 54મી મિનીટમાં એક ગોલ કરી ભારતીય ટીમને 4-2ની સરસાઇ અપાવી દીધી હતી. પરંતુ મલેશિયા તરફથી સારી એ 67મી મિનીટમાં ફરી ગોલ કરી અંતર ઓછુ કરવાની કોશિષ કરતાં 3-4 પર ટીમને લાવી દીધી હતી. પરંતુ મેચના અંત સુધી ભારતે સરસાઇ જાળવી રાખતાં મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારતે હવે રવિવારે પાંચમા અને છઠ્ઠા સ્થાન માટે ઓમાન સામે રમવું પડશે.
 
 
DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %