Home» Sports» Hockey» India begin asia cup by mauling oman

એશિયા કપ હોકીમાં ભારતનો શાનદાર વિજય

એજન્સી | August 24, 2013, 06:05 PM IST

ઇપોહ : ભારતે મલેશિયાના ઇપોહ શહેરમાં રમાઇ રહેલી એશિયા કપ હોકી ટૂર્નામેન્ટ-2013ની પ્રથમ મેચમાં ઓમાનને 8-0થી હરાવી શાનદાર વિજય મેળવ્યો હતો.

આજે સુલ્તાન અઝલાન શાહ મેદાન ખાતે રમાયેલ મેચમાં ભારતે મંદીપ સિંહ અને રમનદીપ સિંહે કરેલ 2-2 ગોલની મદદથી વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારત માટે મંદીપે ત્રીજી અને 40મી મીનીટે ગોલ કર્યો હતો જ્યારે રમનદીપે 17મી તથા 45મી મીનીટે ગોલ કર્યો હતો.

ભારતને સંપૂર્ણ મેચમાં 6 પેનાલ્ટી કોર્નર મળ્યા હતા. જેમાં તે 2 માં ગોલ કરવામાં સફળ રહ્યું હતું. જ્યારે એક ગોલ પેનાલ્ટી સ્ટ્રોક દ્વારા કર્યો હતો. જ્યારે બીજી તરફ ઓમાનની ટીમ એકપણ પેનાલ્ટી કોર્નર મેળવી શકી નહોતી. મેચના પહેલા હાફમાં ઓમાનની ટીમ એકપણ ગોલ કરવાનો પ્રયાસ કરી નહોતી શકી જ્યારે બીજા હાફમાં ત્રણ વખત પ્રયાસ કર્યો હતો જેમાં તે સફળ નહોતું રહ્યું.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %