Home» Sports» Hockey» India beat pakistan in axlan shah cup

ભારતે પાક.ને હોકીમાં હરાવ્યું

એજન્સી | March 13, 2013, 11:12 AM IST

ઇપોહ :

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ પણ રમતમાં મેચ હોય પણ બંને દેશો હંમેશાં આક્રમકતાથી જ એકબીજા સામે રમે છે. બંને વચ્ચેનો આ મુકાબલો કરો યા મરોના જંગ જેવો હોય છે. સુલતાન અઝળન શાહ હોકી કપની લીગ મેચમાં ભારતે પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાનને 3-1થી હરાવી ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખી છે અને તે સિવાય તેણે ટૂર્નામેન્ટમાં હારની હેટ્રિકને પણ ખાળી હતી.

આ મેચમાં ભારતે સાત પેનલ્ટી કોર્નર ગુમાવ્યા હતા. ભારત માટે રૂપિન્દર, આકાશદીપ તથા મનદીપસિંઘે ગોલ કર્યાં હતા. આ સાથે ભારતે ત્રણ મેચમાં એક જીત અને બે પરાજય સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમાકે રહ્યું છે. ભારતની આગામી મેચ 14 માર્ચના રોજ ન્યુઝીલેન્ડ સામે હશે.

અઝલન શાહ હોકી ટૂર્નામેન્ટમાં પ્રથમ બે મેચમાં પરાજયનો સ્વાદ ચાખેલી ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની મેચમાં ભારે દબાણમાં નજરે પડી હતી. જેનું એકમાત્ર કારણ હતું કે આ લીગ મેચમાં જો ભારતનો પરાજય થાય તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ શકે તેમ હતું.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %