વર્ષ 2014 રોજગાર શોધી રહેલા ભણેલા ગણેલા યુવકો માટે લાભદાયી નીવડશે તેવો તાજેતરમાં થયેલા સર્વેમાં ઉલ્લેખ કરાયો છે. રિક્ર્યુટમેન્ટ પ્લેટફોર્મ માય હાયરીંગ ક્લબ ડોટ કોમ દ્રારા કરવામાં આવેલા આ સર્વે અનુસાર, આર્થિક રીતે અનેક સંકટોની વચ્ચે પણ 7 લાખ 90 હજાર નવી નોકરીયો માટે તક મળી હતી. પરંતુ વર્ષ 2014માં આંકડો વધશે અને તેનાથી પણ વધારે લોકોને નોકરીઓની તક સાંપડશે. આ તારણ 12 સેક્ટરની 5,600 કંપનીઓમાં સર્વે કરાયા બાદ આપવામાં આવ્યું છે.
એફએમસીજી ઉપરાંત હેલ્થકેયર, આઈટી, રિટેલ અને હોસ્પિટાલીટી સેક્ટરમાં નોકરીઓની જગ્યા વધશે.ગત વર્ષ નોકરી શોધનાર અને આપનાર બન્ને માટે ખરાબ હતું. આર્થિક રીતે સંકટ અનુભવી રહેલ કંપનીઓ માટે નવી ભરતી શક્ય બની ન હતી. પરંતુ વર્ષ 2014માં નોકરી શોધનારાઓ માટે પોઝેટીવ સંકેત આવી રહ્યાં જે મુજબ વર્ષ 2014માં અલગ અલગ ક્ષેત્રમાંથી 8.5 લાખથી વધુ નોકરીઓ માટેની તકો ઉપલબ્ધ થશે.
RP
Reader's Feedback: